ભારતનું રોડ નેટવર્ક 9 વર્ષમાં ચીનને પછાડીને બીજા સ્થાનેઃ કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી

ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક ભારે ઝડપથી વિસ્તરી રહ્યું છે, જેનાથી એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવામાં હવે સમય પણ ઓછો લાગે છે અને લોકોની પરેશાની ઘણે અંશે દૂર થઇ છે. ભારતના રેલ-રોડ-હવાઇ નેટવર્કમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં ભારતનું રોડનું નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે, એવી માહિતી આપતા કેન્દ્રીય રોડ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, છેલ્લા 9 વર્ષમાં ભારતનું રોડ નેટવર્ક 59 ટકા વધ્યુ છે અને હવે અમેરિકા બાદ આ બીજુ સૌથી મોટુ રેડ નેટવર્ક બની ગયું છે. છેલ્લા નવ વર્ષમાં 4 લેન NHમાં લગભગ બે ગણો વધારો થયો છે. 2013-14માં 4 લેન NHની આ લંબાઈ 18,371 કિમી હતી જે છેલ્લા નવ વર્ષમાં વધીને 44,654 કિમી થઈ ગઈ છે.
વધુમાં ગડકરીએ કહ્યું હતું કે, ભારતનું રોડ નેટવર્ક ઇફ્રાસ્ટ્કચર હવે 145240 કિલો મીટરનું છે. જ્યારે 202314 માં 91287 કિલોમીટર હતુ. આ પહેલા રોડ નેટવર્કના મામલે ચીન દુનિયામાં બીજા નંબર પર હતું, પરંતુ હવે ચીનને પાછળ છોડીને ભારત બીજા નંબર પર પહોચી ગયું છે. દેશના રોડ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર વિશે માહિતી આપતા ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતે છેલ્લા 9 વર્ષમાં સાત વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે. અમેરિકા બાદ ભારતમાં દુનિયાનું સૌથી મોટું રોડ નેટવર્ક છે. ટોલથી આવનાર આવકમાં 2013-14ની સરખામણીમાં જબરદસ્ત વધારો નોધાયો છે. ટોલની આવક 4770 કરોડથી વધીને 41342 કરોડ રૂપિયા થઇ ગઇ છે. સરકારનું લક્ષ્ય ટોલ આવક 2030 સુધીમાં વધારીને 130000 કરોડ રૂપિયા સુધી લઇ જવાનુ છે. ફાસ્ટેગના ઉપયોગે આ દિશામાં ભારે મદદ કરી છે. આનાથી લોકોને ટોલ પર ઓછી રાહ જોવી પડે છે, એ વિશે જણાવતા ગડકરીએ કહ્યું હતું કે ફાસ્ટેગના પરિણામે ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય પણ ઓછો થયો છે. 2014 માં, ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય 734 સેકન્ડ હતો, જ્યારે 2023માં તે ઘટીને 47 સેકન્ડ થયો છે.