ભારતની સૌથી કીમતી કંપનીના ચેરમેન મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર, ગુગલને જિયો પ્લેટફોર્મમાં વ્યૂહાત્મક ભાગીદારી આપવામાં આવી છે. ગુગલ જિયો પ્લેટફોર્મમાં 33, 737 કરોડ રુપિયાનું રોકાણ કરીને 7.7 ટકાની હિસ્સેદારી લેશે. 

 

     ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, જિયોે ધરેલુ ટેકનિકથી 5-જી સોલ્યુશન વિકસિત કરેલું છે. મુકેશ અંબાણીએ તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સમર્પિત કર્યું હતું. તેમણે કહે્યું હતું કે, જિયો ફાયબરથી 10 લાખથી વધુ ઘર જોડાઈ ગયાં છે. તેમણે શેરહોલ્ડરોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, કરોના સામેની લડાઈ ભારત અને વિશ્વ જીતી લેશે. થોડા જ સપ્તાહોમાં વિડિયો કોલિંગ એપ જિયો મીચ-5ને એક મિલિયન યુઝર્સે ડાઉનલોડ કરી દીધો છે. શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું રે, રિલાયન્સ હવે દેવામુક્ત કંપની બની ગઈ છે. રિલાયન્સ દેશની સૌથી મોટી જીએસટી અને વેટ ચુકવનારી કંપની બની ગઈ છે. કંપનીએ 69, 372 કરોડ રૂપિયાની ચુકવણી કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે, 150 અબજ ડોલરની પુંજી ધરાવતી રિલાયન્સ ભારતની સૌથી પહેલી કંપની બની છે. જિયો આગામી 3 વરસમાં અડધો અબજ મોબાઈલ ગ્રાહકોને જોડશે. આવનારા સમયમાં જિયો ડિજિટલ લાઈફ લાઈન બનશે. મોબાીલ બ્રોડબ્રેન્ડ, જિયો ફાઈબર, જિયો એન્ટરપ્રાઈઝ, બ્રોડબ્રેન્ડ પોર સ્મોલ એન્ટરપ્રાઈઝ દ્વારા એ શક્ય બનશે. રિલાયન્સનું નવું ઈનોવેશન જિયો ગ્લાસ છે. તેને ફોન સાથે જોડીને ઈન્ટરનેટ ચલાવી શકાય છે.  તે એક પ્રકારના ચશ્મા છે. તેમાં ઓડિયો- એટલે કે ગીત- સંગીત પણ ચાલશે અને 25 એપ્લીકેશન ચાલશે. તેમાં 2ડી અને 3ડી વિડિયો ચેટિંગ પણ થશે. રિલાયનસનો દાવો છેકે, જિયો મીટ ભારતની સૌથી સુરક્ષિત વર્ચ્યુઅલ મિટિંગ એપ છે.