ભારતની સર્જિકલ સ્ટ્રાઈકસ-2 પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરના બાલાકોટ, મુઝફર્રા બાદ તેમજ ચકોટી વિસ્તારમાં ભારતના મિરાજ યુધ્ધ વિમાનોએ મચાવી તબાહી …જૈશના અડ્ડાઓનો નાશ .. પાકિસ્તાનનાં છક્કા છૂટી ગયા…

0
779

બેસપ્તાહ પહેલા જમ્મુ- કાશમીરના પુલવામામાં ત્રાટકેલા જેૈશ- એ મોહમ્મદ નામના ત્રાસવાદી સંગઠનને લીધે ભારતની રિઝર્વ પોલીસ ફોર્સના 40થી વધૂુ જવાનોએ શહાદત વ્હોરી હતી. ભારતના સૈનિકોના મોતને લીધે આખા ભારતમાં પાકિસ્તાન પ્રત્યે રોષ- આક્રોશ ચરમ સીમાએ હતો. પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓને તાલીમ આપતી શિબિરો ચાલે છે. પાકિસ્તાન સતત આતંકવાદને પ્રોત્સાહન આપતું રહે છે. ભારત તેમજ અમેરિકા સહિતના રાષ્ટ્રોએ આતંકવાદની સામે લડત આપવા અને તેને અંત લાવવા માટે પાકિસ્તાનને વારંવાર વિનંતી કરી   હોવા છતાં ભારત પર પાકિસ્તાની ત્રાસવાદીઓ હુમલો કરતા રહ્યા છે. પુલવામાની ઘટના બાદ લશ્કર અને આમ જનતા- બન્નેનું વલણ સખત હતું. બન્ને ચાહતા હતાકે જેમ બને તેમ જલ્દી આતંકવાદીઓના આ દુષ્કૃત્યનો અસરકારકતાથી જવાબ આપવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લશ્કરને છૂટો દોર આપી દીધો હતો. પુલવામાનો બદલો આખરે લેવાયો ખરો..વહેલા પરોઢે ભારતના હવાઈદળ(વાયુદળ)ના વિમાનોએ પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરના વિસ્તારમાં 60 કિ.મી. અદર ઘુસી જઈને હાહાકાર મચાવી દીધો હતો. માત્ર 90 સેકન્ડના સમયગાળામાં ભારતના મિરાજ- 2000ના 12 જેટલા વિમાનોએ મિશનને પૂરં કર્યું હતું. જૈશના ત્રણ કંટ્રોલરૂમનો ખાત્મો કરી દીધો હતો. 500 મીટરના  વિસ્તાર પર લક્ષ કેન્દ્રિત કરીને ભારતના વિમાનોએ બોમ્બનો વરસાદ વરસાવ્યો હતો. ભારતીય વાયુદળના વિમાનોએ 1000કિલોના બોમ્બનો વરસાદ વરસાવી દીધો હતો. આતંકવાદી સંગઠન-જૈશ- એ. મોહમ્મદે પુલવામા ઘટનાની જવાબદારી લીધી હતી. આથી આ ત્રાસવાદી સંગઠનને જડબાતોડ જવાબ આપવા માટે , તેને ટાર્ગેટ કરીને ભારતના હવાઈ દળે આ સર્જિકલ એર- સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને બોધપાઠ ભણાવી દીધો હતો.

     પાકિસ્તાનના તાબા હેઠળના બાલાકોટ, મુઝફરાબાદ અને ચકોટી વિસ્તારોમાં ભારતે આતંકી તાલીમ કેમ્પ અને જૈશ- એ – મોહમ્મદના જૂના અડ્ડા પર બોમ્બ વરસાવીને એને નેસ્તનાબૂદ કરી દીધા હતા. વહેલી સવારે સાડાત્રણ વાગે ભારતના વાયુદળના વિમાનો પોતાનું મિશન પૂરું કરીને પરત આવી ગયા હતા. બાલાકોટમાં કરવામાં આવેલા  વિમાની હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ, તેમને તાલીમ આપનારા પ્રશિક્ષકો અને ટોચના જેહાદીઓ તેમજ કમાન્ડરોને ઠાર મારવામાં આવ્યાૈ હતા.જે આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો તેમાં જૈશ-એ. મોહમ્મદના અગ્રણી મસૂદ અઝહરનો સંબંધી યૂસૂફ અઝહર પણ શામેલ હતો. ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેઓ મનવી દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઉપરોકત માહિતી આપી હતી.

  ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેઓ જણાવ્યું હતું કે, ગત 14 ફેબ્રુઆરીના પુલવામામાં આતંકી હુમલો કરીને આપણા  40 જવાનોના મૃત્યુ નિપજાવવામાં આવ્યા હતા. ભારત પર વારંવાર આતંકી હુમલાઓ કરાય છે અને પાકિસ્તાન હંમેશા આ આતંકી સંગઠનો પાકિસ્તાનમાં નથી એવું કહીને સિફતથી બચી જાય છે. પાકિસ્તાનને અનેકવાર પુરાવાે આપવા છતાંય તેણે પાકિસ્તાનમાં અડ્ડો જમાવીને બેઠેલા આતંકવાદી સંગઠનો સામે કોઈ કાર્યવાહી કરી જ નથી. પાકિસ્તાનના આવાં  નકારાત્મક વલણને ધ્યાનમાં રાખીને જ ભારતે સકારાત્મક પગલા ભરવાની રણનીતિ તૈયાર કરી હતી.