ભારતની રાજનીતિનો ઉજ્જવલ અટલ યુગ સમાપ્ત થયો! લોકલાડીલા નેતા અટલ બિહારી વાજપેયીનું દુખદ નિધન

0
850

 

દેશના મહાન રાજનેતા અને ભારતીય જનતા પક્ષના જન્મદાતા ભૂતપૂર્વ વડાપ્રધાન આદરણીય અટલબહિારી વાજપેયીનું નવી દિલ્હી ખાતે એમ્સની હોસ્પિટલમાં 16મી ઓગસ્ટ, 2018ની સાંજે લાંબી બિમારી બાદ દુખદ અવસાન થયું હતું. તેમના અવસાનના સમાચારથી સમસ્ત દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. અટલજીએ પંડિત જવાહરલાલ નહેરુથી મનમોહનસિંહ સુધીના વડાપ્રધાનના શાસનકાળની સંસદીય કાર્યવાહી નિહાળી હતી. માત્ર ભાજપમાં જ નહિ, દેશના તમામ રાજકીય પક્ષોમાં પણ તેઓ આદરણીય સ્થાન અને મોભો ધરાવતા હતા. તેઓ બહુમુખી પ્રતભિા ધરાવતા નેતા હતા. સાહિત્યકાર, કવિ , પત્રકાર , અનન્ય વાકપટુતા ધરાવતા કુશળ વક્તા અને સહુને સાથે રાખીને, સહુનો વિશ્વાસ અને સ્નેહ સંપાદન કરીને કાર્ય કરનારા વિચક્ષણ રાજપુરુષ હતા. પદ્મભૂષણ અને ભારતરત્ન જેવાં ઉચ્ચ સન્માનોથી તેમને નવાજવામાં આવ્યા હતા. ભારતની રાજનીતિમાં તેઓએ પાંચ દાયકા સુધી યશસ્વી યોગદાન આપ્યું હતું. અટલજી ભારતની આઝાદી પહેલા રાજકારણમાં પ્રવેશ્યા હતા. તેમણે ગાંધીજીની સાથે ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 25મી ડિસેમ્બરે ગરીબ બ્રાહ્મણ પરિવારમાં તેમનોે જન્મ થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી હિંદી, સંસ્કૃત અને અંગ્રેજી – ત્રણે ભાષાઓના વિદ્વાન હતા. જેને કારણે અટલજી બાળપણથી જ વકતૃત્વકળામાં નિપુણ બની ગયા હતા. શાળાનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શાખા પ્રભારી તરીકે કમગીરી બજાવી હતી. તેમણે ગ્વાલિયર કોલેજમાં અભ્યાસ કરીને સ્નાતકની પદવી હાંસલ કરી હતી. કાનપુરની ડીએવી કોલેજમાં અબ્યાસ કરીને તેમણે અનુસ્નાતકની ુપદવી લીધી હતી. અટલજીએ એમના કોલેજકાળમાં જ કવતિાઓ લખવાનો આરંભ કર્યો હતો. કેલેજનો અભ્યાસ પૂર્ણ કરીને તેમણે થોડા સમય માટે પત્રકાર તરીકે કાર્ય કર્યુ હતું. પત્રકારત્વ છોડીને તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા. રાજકારણમાં ગળાડૂબ રહેવા છતાં સાહિત્ય વાંચન અને કવિતા લેખનની કલ- પ્રવૃત્તિ તેઓ સતત કરતા રહયા હતા. 1951માં ભારતીય જનસંઘ પક્ષની સ્થાપના થઈ હતી. જના ઘડતરમાં શ્યામાપ્રસાદ મુકરજી સાથે અટલજીએ પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. વાજપેયીજીએ એમની રાજકીય કારકિર્દીનો પ્રા્રરંભ 1952માં લખનઉ લોકસભાની બેઠક માટે ચૂંટણી લડીને કર્યો હતો. એ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. ત્યારબાદ 1957માં ઉત્તરપ્રદેશના બલરામપુરની સંસદીય બેઠક માટે તઓ જનસંધના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો વિજય થયો હતો. 1957થી 1977 સુધી અટલજી ભારતની ર્સંસદમાં જનસંઘ પક્ષના સંસદીય નેતા રહયા હતા. 1977માં જનતા પક્ષની મોરારજી દેસાઈના નેતૃત્વવાળી કેન્દ્રીય સરકારમાં તેમણે વિદેશપ્રધાન તરીકે કામગીરી બજાવી હતી.
અટલજી 1996માં સૌપ્રપથમવાર દેશના વડાપ્રધાન બન્યા હતા.માત્ર 13 દિવસ જ તેમની સરકાર ચાલી હતી. તેએ ત્રણ વાર દેશના વડાપ્રધાન બન્યા હતા. 1999માં તેઓ ત્રીજીવાર વડાપ્રધાન બન્યા હતા અને પાંચ વરસનો શાસનકાળ પૂર્ણ કર્યો હતો. પાંચ વરસનો શાસનકાળ પૂરો કરનારા તેઓ પહેલાં બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા.

તેમના વડાપ્રધાનપદના શાસનકાળ દરમિયાન પોખરણના અણુ પરીક્ષણ બાદ તેમણે સંસદમાં આપેલું પ્રવચન તેમની હમિંત આત્મશક્તિ અને દેશપ્રેમનું ઉદાહરણ છછે. વાજપેયીજીએ કહયું હતું કે, એક દો નહિ, કર લો બીસિયોં સમજૌતે, પર સ્વતંત્ર ભારતકા મસ્તક કભી નહિ ઝુકેગા…સંયુક્ત રાષ્ટ્રસંધના 32માં અધિવેશનમાં હિંદી ભાષામાં પ્રવચન કરનારા તેઓ સૌપ્રથમ ભારતીય નેતા હતા.

અટલજીએ તેમના શાસનકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ઘટનાઓમાં સમયસર ઉચિત નિર્ણયો લઈને પોતાની આતર- સૂઝ અને આગવી પ્રતિભાનો પરિચય આપ્યો હતો. કારગિલ યુધ્ધ, દિલ્હી – લાહોર બસ સેવા , સંસદપર ત્રાસવાદી હુમલો અને ગુજરાતના રમખાણો – દરેક પ્રસંગે અટલજીએ એમની અનન્ય રાજકીય સૂઝ અને પ્રતિભાનું ઉજ્જવલ ઉદાહરણ પૂરં પાડ્યું હતું.

અટલબિહારી વાજપેયીના નિધનથી ભારતના રાજકીય ક્ષેત્રને જ નહિ, ભારતના સામાજિક અને સાંસ્કૃતિક જગતમાં પણ મોટી ખોટ પડી છે. તેઓ ભારતીય સાહિત્ય, કલા અને સંસ્કૃતિને દિલોજાનથી ચાહનારા રાજપુરુષ હતા. ભારતીય હોવાનું ગૌરવ જેમના કર્તૃત્વમાં પ્રગટ થતું હોય, જેમના હદયમાં ભારતના એક ેક માનવી માટે અપાર સ્નેહ અને કરુણા હોય , જેમણે પોતાનું સમગ્ર જીવન ભારતને સમ઱્તિ કરી દીધું હોય એવા મહાન સપૂત આદરણીય અટલ બિહારી વાજપેયીની વિદાયથી અમેરિકામાં વસતા દેશપ્રેમી ભારતીય -અમેરિકનોના મનમાં શોક અને ગ્લાનિ છલકાઈ રહી છે.. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના તમામ રાજકીય પક્ષના નેતાઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ વાજપેયીજીના મૃત્યુપ્રસંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી તેમને ભાવભરી શ્રધ્ધાંજલિઓ આપી છે.