

બેન્ક કર્મચારીઓના યુનિયને પગાર વધારાની માગણી માટે બે દિવસની બેન્ક હડતાળનો આજથી પ્રરંભ કરી દીધો હતો. બેન્કો બંધ છે ને હડતાળી બેન્ક કર્મચારીઓ રસ્તા પર દેખાવો યોજી રહ્યા છે. બેન્કો બંધ હોવાને કારણે બેન્ક સાથે સંકળાયેલી અનેક સેવાઓમાં તકલીફોનો સહન કરવી પડશે. ભારતીય સ્ટેટ બેન્ક સહિત કેટલીક ખાનગી બેન્કો પણ હડતાળમાં જોડાઈ છે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિયેશનના એક અગ્રણી અધિકારીના જણાવ્યા અનુસાર, આ હડતાળને લીધે દરેક દિવસે 39 લાખ ઈન્ટ્રમેન્ટસના કલીયરન્સ પર અસર પડવાની સંભાવના છે. બેન્કોના ક્રર્મચારીઓના પગારમાં માત્ર બે ટકાનો જ વધારો કરાયો તેની સામે વિરોધ પ્રગટ કરવા માટે આ હડતાળનું આયોજન કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેન્ક ઓફ બરોડા, પીએનબી , એસબીઆઈ , ઈલાહાબાદ બેન્ક, યુનિયન બેન્ક યુકો બેન્ક સહિત પબ્લિક- પ્રાયવેટ સેકટરની દરેક બેન્કના કર્મચીરીઓ તેમજ અધિકારી વર્ગ હડતાળ કરી રહ્યા છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના નેજા હેઠળ દેશભરમાંથી આશરે 10 લાખ જેટલા બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે.