ભારતની ન્યુમોનિયા અને ડાયેરિયાની વેક્સિનમાં નોંધપાત્ર સિદ્ધિ

 

નવી દિલ્હીઃ કોરોના મહામારીએ પડકારો ઊભા કર્યા હોવા છતાં ભારતે બાળકોમાં ડાયેરિયા અને ન્યુમોનિયાની વેક્સિનમાં ૨૦૨૦માં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ન્યુમોનિયાની વેક્સિનના કવરેજમાં ૨૦૨૦માં છ ટકાનો અને ડાયેરિયાની વેક્સિનના કવરેજમાં ૨૯ ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો, એમ જોન હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ખાતેના ઇન્ટરનેશનલ વેક્સિન એક્સેસ સેન્ટર (ત્સ્ખ્ઘ્)ના નવા અહેવાલમાં જણાવાયું છે. 

વર્લ્ડ ન્યુમોનિયા દિને જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર ન્યુમોનિયાના મુખ્ય કારણ સામે રક્ષણ આપતા ન્યુમોકોકલ કન્જુગેટ વેક્સિનનું કવરેજ ૨૦૨૦માં છ ટકા વધીને ૨૧ ટકા થયું હતું, જે ૨૦૧૯માં ૧૫ ટકા હતું. ઓક્ટોબર ૨૦૨૧માં સાર્વત્રિક રસીકરણ પ્રોગ્રામ હેઠળ ન્યુમોનિયાની વેક્સિનનું રાષ્ટ્રવ્યાપી વિસ્તરણ કરાયું હતું અને તેનાથી પ્રથમ વખત ભારતભરમાં આ વેક્સિન ઉપલબ્ધ થઈ હતી. અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતમાં ન્યુમોનિયા અને ડાયેરિયાથી પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મોતનો આંકડો વિશ્વમાં સૌથી ઊંચો છે. ભારતમાં ન્યુમોનિયા-ડાયેરિયાથી વાર્ષિક ધોરણે આશરે ૨.૩૩ લાખ બાળકોના મોત થતાં હોવાનો અંદાજ છે. આમ દરરોજ ૬૪૦ બાળકોના મોત થાય છે. 

IVACના MD, MPH એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ હેલ્થના પ્રોફેસર વિલિયમ મોસે જણાવ્યું હતું કે  આપણે બાળ આરોગ્ય માટે દાયકા સુધીની સખત મહેનતથી હાંસલ કરેલી પ્રગતિને વેડફી શકીએ નહીં તથા ન્યુમોનિયા અને રોટાવાઇરસ વેક્સિનના ભારત દ્વારા મોટાભાગે વિસ્તરણ બાળ આરોગ્ય માટેના એક વિજય સમાન છે. ન્યુમોનિયા-ડાયેરિયા સામે લડત આપતી જીવનરક્ષક વેક્સિનું ભારતનું રાષ્ટ્રવ્યાપી અભિયાન એક નોંધપાત્ર સિદ્ધી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here