ભારતની દિગ્ગજ બેટ્સમેન મિતાલી રાજે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

 

મુંબઈઃ ભારતની દિગ્ગજ મહિલા બેટ્સમેન મિતાલી રાજે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી ચૂકી છે. ભારતીય મહિલા ટીમની ટેસ્ટ અને વન્ડે ક્રિકેટની કેપ્ટન મિતાલી રાજ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેમના નામે ઘણા રેકોર્ડ છે, તેમણે ભારતીય ‘મહિલા ક્રિકેટનો સચિન તેંડુલકર’ કહેવામાં આવે છે. ૧૯૯૯માં આયર્લેન્ડ સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેનું બેટ રન બનાવી રહ્નાં છે. તેઓ વન્ડે ક્રિકેટમાં ૭૦૦૦થી વધુ રન બનાવનાર પ્રથમ મહિલા ખેલાડી છે. વન્ડે ક્રિકેટમાં તેના નામે ૭ સદી છે. જ્યારે, ૨૦-૨૦ ક્રિકેટમાં ૨૩૬૪ રન બનાવ્યા છે. તેમની બેટિંગ જોઈને સૌથી મોટા બેટ્સમેન દાંત નીચે આંગળીઓ દબાવી દે છે.