ભારતની જવાબી કાર્યવાહીઃ પાકિસ્તાનના ચાર ઠાર

0
796

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાનની સરહદ પર છેલ્લા બે દિવસથી સીઝફાયરનો સતત ભંગ થઇ રહ્યો છે. અંકુશરેખા પર પાકિસ્તાને કરેલા ગોળીબારનો ભારત જવાબ આપે છે. શુક્રવારે પાકિસ્તાને કરેલા ગોળીબારમાં ભારકીય સરહદે બે સ્થાનિક નાગરિકો માર્યા ગયા હતા. પાકિસ્તાની માધ્યમોના જણાવ્યા મુજબ સીઝફાયરમાં ભારતીય કાર્યવાહીમાં સિયાલકોટમાં તેમના ચાર સ્થાનિક નાગરિકો માર્યા ગયા છે. શનિવારે પણ વહેલી સવારે પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. શુક્રવારે પાકિસ્તાની ગોળીબારમાં બે ભારતીય જવાનો શહીદ થયા હતા.