ભારતની કેન્દ્ર સરકારે લેખક અને પત્રકાર આતિશ અલી તાસીરનું ઓસીઆઈ( ઓવરસિઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા) કાર્ડ રદ કરી દીધું.

0
1111

તાજેતરમાં સત્તાવાક સમાચાર સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, ભારત સરકારે જાણીતા આંતરરાષ્ટ્રીય પત્રકાર આતિશ અલી તાસીરનું ઓસીઆઈ કાર્ડ રદ કરી દીધું હતું. બ્રિટનમાં જન્મેલા આતિશ પર તેમના પિતા પાકિસ્તાન મૂળના હોવાની હકીકત છુપાવવાનો આરોપ છે. ભારતમાં લોકસભાની 2019ની ચૂંટણી પહેલાં આતિ્શ અલીએ ટાઈમ મેગેઝિનમાં પીએમ મોદી પર લેખ લખીને તેમને ડિવાઈડર ઈન ચીફ ગણાવ્યા હતા. 

    ગૃહ મંત્રાલયના પ્રવકતાના જણાવ્યા મુજબ, આતિશ અલી તાસીર ઓસીઆઈ કાર્ડ ધરાવવા માટે અયોગ્ય થઈ ગયા છે. કારણ કે ઓસીઆઈ કાર્ડ કોઈ પણ એવી વ્યક્તિને જારી ના કરી શકાય , જે વ્યક્તિના માતા- પિતા કે દાદા- દાદી પાકિસ્તાની હોય. વળી આતિશ અલીએ આ હકીકતછુપાવી હતી, તે એઅયોગ્ય ગણાય  આતિશ અલી તાસીર પાકિસ્તાનના સદગત નેતા સલમાન તાસીર અને ભારતીય પત્રકાર તવલીન સિંહનો પુત્ર છે. ભારતના નાગરિકતા કાનૂન અંતર્ગત, કોઈને અંધારામાં રાખીને , છેતરપિંડી કરીને, સત્ય છુપાવીને ઓસીઆઈ કાર્ડ મેળવવામાં આવ્યું હોય તો તેનું રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે. તેવી વ્યક્તિ બ્લેક લિસ્ટમાં મૂકી દેવામાં આવે છે. એવી વ્યક્તિ ભવિષ્યમાં ભારતમાં પ્રવેશ કરી શકતી નથી.