ભારતની એરસ્ટ્રાઈકને કારણે પાકિસ્તાનની સંસદમાં હોબાળો — ભારતના હુમલાના સમાચારથી સંસદમાં ખળભળાટ મચી ગયો .. ઈમરાનખાન મુર્દાબાદના નારાઓ પોકાર્યા પાકિસ્તાનના સાંસદોએ….

0
765

ભારતે કરેલી એરસ્ટ્રાઈકના સમાચારથી પાકિસ્તાન સંક્ષુબ્ધ છે.. પાકિસ્તાનમાં આ હુમલાના વિવિધ પ્રત્યાઘાતો પડી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતે વહેલી સવારે કરેલી એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાન નેશનલ સિક્યોરિટી કમિટીની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેથી ભારતે કરેલી કાર્યવાહીનું વિગતે વિ્શ્લેષણ કરી શકાય . એ સાથે વળતા શું શું પગલાં લેવા તે અંગે પણ સભ્યો સાથે વિચાર- વિમર્શ કરી શકાય .

ઉપરોકત કમિટીમાં જણાવવામાં આવ્યું હતું કે,ભારતે આગામી ચૂંટણીને લક્ષમાં રાખીને આપ્રકારની કાર્યવાહી કરી છે, જેને કારણે પ્રાદેશિક શાંતિ જોખમમાં મૂકાઈ છે. કમિટીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતે કરેલી આ એર- સ્ટ્રાઈકનો જવાબ પાકિસ્તાન જરૂર આપશે.