ભારતની અધ્યક્ષતામાં G20ની 100મી બેઠક યોજાઈ

નવી િદલ્હીઃ વિશ્વનું સૌથી શક્તિશાળી આર્થિક જૂથ G20 છે. હાલમાં ભારત આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જૂથના અધ્યક્ષતાની જવાબદારી નિભાવી રહ્યું છે. ભારતની અધ્યક્ષતામાં G20ની 100મી બેઠક યોજાઈ હતી. વિદેશ મંત્રીલયના નિવેદન મુજબ આ બેઠક સુધીમાં વિવિધ 111 દેશોના 12 હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
ભારત 1 ડિસેમ્બર 2022થી G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. G20ના અધ્યક્ષ તરીકે ભારતે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. જ્યારથી ભારતે આ જવાબદારી લીધી છે ત્યારથી તે આ જૂથ હેઠળ વિવિધ ક્ષેત્રો અને મુદ્દાઓ પર સતત બેઠકોનું આયોજન કરી રહ્યું છે. આ સાથે ભારતે G20 જૂથની તેની અધ્યક્ષતામાં બેઠકોની સદી પૂરી કરી લીધી છે.
વારાણસીમાં G20ના બેનર હેઠળ સભ્ય દેશોના મુખ્ય કૃષિ વૈજ્ઞાનિકોની બેઠક યોજાઈ હતી. આ સાથે જ ભારતે G20 ના પ્રમુખપદમાં ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતની અધ્યક્ષતામાં આ જૂથની 100મી બેઠક હતી. ભારતીય વિદેશ મંત્રાલયે આ સિદ્ધિ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદન મુજબ અત્યાર સુધીમાં 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 41 શહેરોમાં G20ની 100 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતની અધ્યક્ષતામાં એક વર્ષ દરમિયાન કુલ 200થી વધુ બેઠકો યોજાવાની છે. આ બેઠકો લગભગ 60 શહેરોમાં નિર્ધારિત છે. ભારત પ્રથમ વખત આટલા મોટા પાયા પર 200થી વધુ બેઠકો માટે વિદેશી પ્રતિનિધિઓની યજમાની કરી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર કોઈપણ G20 અધ્યક્ષતામાં આ સૌથી વધુ વ્યાપક ભૌગોલિક વિસ્તાર છે. અત્યાર સુધીમાં 111 દેશોના 12 હજારથી વધુ પ્રતિનિધિઓએ G20 બેઠકોમાં ભાગ લીધો છે. તેમાં G20 સભ્યો, 9 આમંત્રિત દેશો અને 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભાગીદારી સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here