ભારતની  અગાઉ વિશ્વના 20 મુસ્લિમ દેશો તીન તલાકની પ્રથા પર પ્રતિબંધ મૂકી ચૂકયા છે. ..

ભારતમાં ટ્રિપલ તલાક – તીન તલાકની પ્રથા પર પ્રતિબંધ મૂકવાની હિલચાલ તીવ્રગતિથી હાથ ધરવામાં આવી રહી છે. તીન તલાક પર પ્રતિબંધના કાનૂનને અમલમાં લાવવા માટેના વટહુકમને કેન્દ્રની કેબિનેટે આજે મંજૂરી આપી દીધી હતી. સંસદના બન્ને ગૃહો- લોકસભા અને રાજ્યસભામાં બિલને પસાર કરવામાં સરકારને સફળતા મળી નહોતી. આથી આખરે વટહુકમ જારી કરીને તીન તલાક પર પ્રતિબંધ મૂકતા કાયદાને અમલી બનાવવામાં આવી રહ્યો છે. આ તીન તલાક વિષયક કાયદાની જોગવાઈઓ અતિ સખત છે.

 ભારતની અ ગાઉ 20 મુસ્લિમ દેશો તીન તલાકની પ્રથા પર પ્રતિબંધ મૂકી ચુકયા છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ,ઈજિપ્ત, સુદાન, ટ્યુનેશિયા , તુર્કી, સાયપ્રસ ઈન્ડોનેશિયા, અલ્જિરિયા , શ્રીલંકા , સિરિયા સહિત કુલ 20 મુસ્લિમ દેશોમાં તીન તલાકની પ્રથા ગેરકાનૂની ગણાય છે. સિરિયામાં તે માત્ર અદાલતમાં જજની સમક્ષ જ અપાયેલા તલાકને માન્ય ગણવામાં આવે છે.