ભારતના 21 વિમાનીમથકો અને 77 બંદરો પર એલર્ટ, ભારતે 4 દેશોના નાગરિકોના રેગ્યુલર વિઝા સસ્પેન્ડ કર્યા …

 

          

                       કોરોના વાયરસે આખી દુનિયાને ભયભીત કરી દીધા છે. ચીનમાંથી  શરૂ થયેલા આ વાયરસે દુનિયાના મોટાભાગના દેશોમાં દેખા દીધી છે. અમેરિકા, જાપાન, ફ્રાંસ, જર્મની – કોઈ પણ દેશ આ કોરોના વાયરસના કોપમાંથી બાકાત રહ્યો નથી. ભારતમાં પણ કોરના વાયરસે પગપેસારો શરૂ કરી  દીધો છે. તાજેતરમાં જ દેશમાં એના બે દર્દીઓમાં વાયરસના સંક્રમણની સાબિતી મળી હતી. જેમાં એક દિલ્હી અને બીજો તેલંગણાનો વતની છે. ભારતમાં કોરોના વાયરસનો પ્રસાર વધી રહ્યાના ભયથી ભારતે ઈરાન, ઈટાલી, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકોના રેગ્યુલર વિઝા સસ્પેન્ડ કરી દીધા હતા. દરમિયાનમાં પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં જયપુરમાં એક ઈટાલીના પ્રવાસીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું.24 અન્ય પીડિતોને આઈટીબીપી કેમ્પમાં મોકલી આપવામાં આવ્યા હતા. ભારતમાં અત્યારસુધીમાં છ વ્યકતિઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની વાતની પૂર્તિ કરવામાં આવી હતી.દિલ્હી – નોઈડાની સ્કૂલના એક વિદ્યાર્થીમાં કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો જોવા મળ્યા હતા. સંક્રમણનો સંદેહ લાગે તે દર્દીઓને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ પેરિસમાં આયોજિત ફેશન વિક અંગેના કાર્યક્રમમાં ભાગ લેવાની હતી, પણ હવે તેણે પોતાની પેરિસ- યાત્રા રદ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here