ભારતના 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 24 કલાક દરમિયાન કોરોના વાયરસના સંક્રમણથી કોઈનું મોત થયું નથી- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય 

 

    કોરોનાની રસી આપવાનું કામ ખૂબ જ પધ્ધતિસર શરૂ થઈ ગયું છે. લાખો લોકોને વેકસિન આપી પણ દેવાઈ છે. ક્રમશ કોરોનાના  સંક્રમણના કેસ પણ ઘટવા માંડ્યા નથી. વિશવના બીજા દેશોની સરખામણીમાં ભારતનું આરોગ્યતંત્ર તેમજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અતિ ગંભીરતાથી અને કુનેહથી રસી આપવાનું કામ સંભાળે છે. કોરોનાનું પરીક્ષણ, ઈલાજ, તકેદારી, વધુમાં વધુ લોકોને કોરોનાના સંક્રમથી મુક્ત રાખવા માટે  સરકારની ગાઈડલાઈન – આ બધા કાર્યની વિશ્વના દેશો પ્રશંસા કરી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાકેશ ભૂષણે જણાવ્યું હતું કે, દેશમાં રસીનું વિશ્વનું સૌથી મોટું અભિયાન ચાલી રહ્યું છે. કોરોનાના કેસ અને તેના કારણે થતાં મૃત્યમાં પણ ઘટાડો નોંધાયો છે. કોરોનાથી મુકત થઈનૈે સાજા થનારા લોકોની સંખ્યા વધતી જાય છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં.  કોરોના વાયરસને કારણે દરરોજ થનારા મોતની સરેરાશ સંખ્યા 211 હતી  જયારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં આ સંખ્યા ઘટીને 96 થઈ ગઈ હતી.એટલે કે આ સંખ્યામાં 55 ટકાનો ઘટાડો થયો છે. દેશમાં કોરોનાથી મુક્ત થઈને સાજા થનારા લોકોનો રિકવરી રેટ 97.20 ટકા થયો છે. જે વિશ્વના તમામ દેશોમાં સૌથી અગ્રસર છે. અમેરિકા, બ્રિટન, રશિયા, બ્રાઝિલ અને જર્મનીનો રિકવરી રેટ ભારત કરતાં ઓછો છે.