ભારતના ૨૧ દિવસના લોકડાઉન વિશે દુનિયાના જાણીતા મીડિયા હાઉસે શું કહ્યું

 

નવી દિલ્હીઃ ભારત કોરોના વાઇરસના સંકટનો સંભવિત સામનો કરી રહ્યું છે ત્યારે શું દેશ ૨૧ દિવસના લોકડાઉન માટે તૈયાર છે? આ શીર્ષક હેઠળ સીએનએનએ ન્યૂઝે જણાવ્યું છે કે, ભારતના ભીડભાડવાળા રસ્તાઓ શાંત છે. ડિલિવરી ડ્રાઇવરોએ ફેસ માસ્કમાં જોઇ શકાય છે. આ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન સાથે કોરોના મહામારીને રોકવા ભારતે અભૂતપૂર્વ ૨૧ દિવસીય લોકડાઉનનો નિર્ણય કર્યો છે. ચીન પછી ભારત વિશ્વનો બીજો સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે અને દુનિયાભરના વ્યાપાર કનેક્શનની પાંચમી મોટી અર્થવ્યવસ્થા છે. આટલા મોટા આકારનો દેશ, ૧.૩૪ બિલિયન દેશવાસીઓ આ મહામારીની મારથી બચેલા છે. અત્યાર સુધી ભારતમાં કોરોના વાઇરસના ૪૯૨ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આનાથી વિપરીત દક્ષિણ કોરિયાના આબાદી ૩.૮ ટકા છે. જ્યાં ભારત કરતાં ૯૦૦૦ લોકો કોરોનાથી પ્રભાવિત કેસ છે. ચીન જ્યાં આ પ્રકોપની શરૂઆત થઇ ત્યાં ૧.૩૯ બિલિયન લોકોની વસતીમાં ૮૧,૦૦૦ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 

મંગળવારની રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારની રાતથી શરૂ થતા ૨૧ દિવસના દેશવ્યાપી બંધનો આદેશ આપ્યો છે. આ આદેશ વૈશ્વિક સ્તર પરનો સૌથી મોટો કહેવાય છે. પરિવહન, મોલ અને ખાનગી બજારોની સેવાઓ બંધ થઇ જશે. પરંતુ દેશમાં સૌથી મોટા નુકસાનની આશંકાઓ સેવાઇ રહી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારત જરૂરી લોકોનું પરિક્ષણ કરી રહ્યું છે અને દેશવ્યાપી તાળાબંધીની વ્યવહારતા અને સ્થિરતા પર સવાલ ઉઠાવ્યા છે.  

ધ ન્યુ યોર્ક ટાઇમ્સ, અમેરિકાઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારથી શરૂ થતા ત્રણ અઠવાડિયા માટે ૧.૩ બિલિયન લોકોને ઘરોમાં જ રહેવાનો આદેશ કર્યો છે. કોરોના વાઇરસ સામે લડવા માટે સૌથી મોટી અને સૌથી ગંભીર કાર્યવાહી છે. આ પ્રકારની ચેતવણીની ગંભીરતા એવા દેશમાં છે જ્યાં નાગરિકો નિરારશ્રત છે અને ખૂબ મોટાપ્રમાણમાં ગરીબો શહેરોમાં ગરીબ સ્વચ્છતા અને નબળા સાર્વજનિક સ્વાસ્થ્ય વચ્ચે રહે છે. 

ધ જાપાન ટાઇમ્સઃ ધ જાપાન ટાઇમ્સે બ્લૂમબર્ગના રિપોર્ટને ટાંકતા જણાવ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ અઠવાડિયાના લાંબા સમયના લોકડાઉનની તાળાબંધી કરી દીધી છે. કોરોના વાઇરસના સંક્રમણોના પ્રસારને રોકવા અને સ્વાસ્થ્ય દેખરેખ હેઠળ અતિરિક્ત ૧.૯૭ બિલિયન ડોલરની આર્થિક મદદ કરાઇ છે. વડા પ્રધાન મોદીએ મંગળવારના રોજ સંબોધન કર્યું કે, જો આપણે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની વાત સાંભળીએ તો ખ્યાલ આવશે કે ટ્રાન્સમિશન ચક્રને તોડવું પડશે. 

થોડા દિવસ ભૂલી જાઓ કે બહાર નીકળવાનું છે. આજે દેશવ્યાપી તાળાબંધી છે તમારા ઘર આગળ રેખા ખેંચી દો. ભારત કોરોના વાઇરસને ફેલતા રોકવા આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધી સંકટ સામે સંઘર્ષ કરી રહ્યો છે. ભારતમાં ૫૧૯ લોકો કોરોનાથી સંક્રમિત છે અને ૧૦ લોકોનાં મોત થઇ ચૂક્યા છે. 

ચાઇના ડેઇલી, ચીનઃ ઘ્બ્સ્ત્ઝ઼-૧૯ મહામારી વિરુદ્ધ લડવા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર એક વીકથી ઓછા સમયમાં દેશવાસિયો માટે ઘ્બ્સ્ત્ઝ઼-૧૯ મહામારી વિરુદ્ધ લડવા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું બીજું સંબોધન હતું. આ પહેલાં તેઓએ ૧૯ માર્ચના રોજ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જોકે તેમણે આશ્વાસન આપ્યું કે લોકડાઉન દરમિયાન દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત નહીં સર્જાય. 

આ ઉપરાંત ૧૫૦૦૦ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. વાંગ યી એ કોવિડ-૧૯ સામેની લડાઇમાં ભારત સાથે સહાનુભૂતિ અને એકતા વ્યક્ત કરી છે. ચીન અમારી સાથે અનુભવ શેર કરવા, અમારી ક્ષમતાની સહાયતા આપવા અને ભારતમાં ખરીદી માટે ચેનલ ખોલવા તૈયાર છે. મંગળવારના રોજ ભારતમાં ચીનના રાજદુત સુન વેઇદોંગ એ ટ્વિટ કરી આ માહિતી આપી હતી.

બોમ્બે સ્ટોક એક્સચેન્જના આશીષ ચૌહાણે લોકડાઉનના માધ્યમથી થોડી અવરજવર શરૂ રહેશે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સુરેશકુમારે કહ્યું કે અહીં અમારી અને વાઇરસના વચ્ચે અસ્તિત્વની લડાઇ છે. અહીંયા પૂર્ણ લોકડાઉનના ત્રણ વીક મહત્વપૂર્ણ છે કારણ કે અહીંયા જનસંખ્યા અને લિમિટેડ રિસોર્સીસનું પ્રમાણ વધ્યું છે.