ભારતના સૌથી મોટા ખેલ મહોત્સવ: ૩૬મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન

 

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી મોટા ખેલ મહોત્સવ, ૩૬મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તેમણે સંબોધનમાં જણાવ્યું કે આ દ્શ્ય, આ તસ્વીર, આ માહોલ, શબ્દોથી ઉપર છે. વિશ્ર્વના સૌથી મોટા સ્ટેડિયમ, વિશ્ર્વના આટલા યુવા દેશ, દેશના સૌથી મોટા ખેલ ઉત્સવ. જયારે આયોજન આટલું અદ્ભૂત અને અદ્વિતીય હોય તો તેની ઉર્જા એવી જ અસાધારણ હશે. દેશના ૩૬ રાજયોથી ૭ હજારથી વધુ એથલેટ્સ, ૨૫ હજારથી વધુ કોલેજ, ૧૫ હજારથી વધુથી એથલેટસ, ૫૦ લાખથી વધુ સ્ટુડન્સનું નેશનલ ગેમ્સથી સીધો જોડાણ છે.

વધુમાં મોદીએ કહ્યું કે, કોઇ પણ દેશની પ્રગતિ અને દુનિયામાં તેના સન્માનનો રમતોમાં તેની સફળતા સાથે સીધો સંબંધ છે. રાષ્ટ્રને નેતૃત્વ દેશનો યુવા આપે છે, ખેલ તેમના જીવન નિર્વાહનો મુખ્ય સ્ત્રોત હોય છે. જે દેશ આર્થિક રીતે ટોપ પર છે તે દેશ મેડલ લિસ્ટમાં પણ ઉપર હોય છે.

વડાપ્રધાને નેશનલ ગેમ્સના મેસ્કોટ સાવજ સાથેની કારમાં સમગ્ર સ્ટેડિયમમાં ખુલ્લી કારમાં રાઉન્ડ લગાવ્યો હતો. સ્ટેડિયમમાં સૌ ઉપસ્થિત ખેલાડીઓ, મહેમાનો દરેકનું અભિવાદન ઝીલ્યું હતું. નેશનલ ગેમ્સનું અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં આયોજન કરાયું છે. નેશનલ ગેમ્સનો આજથી પ્રારંભ થયો છે, જે ૧૨ ઓકટોબર સુધી ચાલશે. 

આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. એર. પાટીલ, ગ્ૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં રમતવિરો ઉપસ્થિત રહ્યાં હતા.