ભારતના વિવિધ શહેરોમાં તેમજ વિદેશમાં પણ ગણેશોત્સવ ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે……. 

 

           મુંબઈ, અમદાવાદ, સુરત તેમજ કોલકાતા, બેંગલુરુ સહિત દેશના અગ્રણી શહેરોમાં ગણપતિ બાપાનો ઉત્સવ આનંદ ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવનું આગવું મહત્વ છે. મુંબઈમાં ગણેશોત્સવના નવ દિવસના ઉત્સવમાં અનેક પ્રકારના સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુંબઈ ઉપનગરો લાલબાગ, ચિંચપોકલી, પરેલ, દાદર, થાણે, વસઈ તેમજ પૂણેમાં ગણપતિની આરાધના ખૂબ જ ઉમંગ અને  શ્રદ્ધાથી કરવામાં આવે છે. ગણપિત બાપ્પા મોરિયા, પુઢચ્યા વરસી લૌકર યાના નારાઓ સમગ્ર મહારાષ્ટ્રમાં ઠેર ઠેર ગુજતા રહે છે. ગણપતિના  મંડપ અને તેના સુશોભન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. 

 હવે અમેરિકાના ન્યુ જર્સી, શિકાગો, કેલિફોર્નિયા સહિત વિવિધ રાજ્યોમાં ભારતીય- અમેરિકનો ગણેશોત્સવની ઉલ્લાસભરી ઉજવણી કરે છે.