ભારતના વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ ઉત્તર કોરિયાના પ્રવાસે

0
993
Reuters

 

ભારતના વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ હાલમાં ઉત્તર કોરિયાની મુલાકાતે ગયા છે. સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વી પી સિંહની મુલાકાત દરમિયાન ઉત્તર કોરિયાની સરકાર દ્વારા ભારતને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, ભારત એ અમારું મિત્ર રાષ્ટ્ર છે, અમે એવી કોઈ પણ કાર્યવાહીનું સમર્થન નહિ કરીએ જેને કારણે ભારતની સલામતી સામે જોખમ ઊભું થતું હોય. 1998 બાદ આ પહેલીવાર ભારતના કેન્દ્રીય પ્રધાન ઉત્તર કોરિયાની મુલાકાતે ગયા છે. ભારતનું વિદેશ મંત્ર્યાલય વી કે સિંહના પ્રવાસની વિગતો ગુપ્ત રાખવા માગતું હતું, પરંતુ ઉત્તર કોરિયાની સમાચાર સંસ્થા કેસીએનએદાવારા ભારતીય પ્રધાનના આ પ્રવાસની વિગતો જાહેર કરી દેવામાં આવી હતી. આખરે ભારતના વિદેશ મંત્ર્યાલયે આ પ્રવાસ અંગે પોતાનું મૌન તોડતાં કહ્યુ હતું કે, ઉત્તર કોરિયાના આમંત્રણથી વીકે સિંહ બે દિવસ માટે ઉત્તર કોરિયાના બે દિવસના પ્રવાસે ગયા હતા. પોતાના ઉત્તર કોરિયા ખાતેના રોકાણ દરમિયાન વી કે સિંહ એસેમ્બલીના ઉપાધ્યક્ષ કિમ યોંગ દે તેમજ ઉત્તર કોરિયાના વિદેશ મંત્રી રી યોંગ હો તેમજ સાંસ્કૃતિક પ્રધાન પાક ચુન નામને મળ્યા હતા. ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ વિષયક પાકિસ્તાન સાથેના સંબંધો,ને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશ રાજયમંત્રી વી કે સિંહે આ પ્રવાસનું આયોજન કર્યું હતું. એવી માહિતી પ્રાપ્ત થઈ હતી કે, ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમના માટે પાકિસ્તાને મંદદ કરી હતી