

ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત( યુએઈ)ના પ્રવાસે ગયાં છે. વિદેશ મંત્ર્યાલયના સચિવ રવીશ કુમારના જણાવ્યા અનુસાર, સુષમા સ્વરાજે ભારત- યુએઈવચ્ચે પરસ્પર કરન્સીના એક્ષચેન્જ માટેની સમજૂતી, તેલની આયાતમાં વધારો કરવા માટે તેમજ વિકાસ સહયોગ માટેના સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરવામાં આવેલી સમજૂતી અનુસાર, બન્ને દેશોએ તેમની આયાત- નિયાત વ્યવસ્થામાં અગાઉથી નક્કી કરવામાં આવેલા વિનિમય દર અનુસાર, એકમેકને ચુકવણી કરશે, તેમાં અમેરિકાના ડોલર જેવી કોઈ અન્ય કરન્સીનો વ્યવહાર કરાશે નહિ. વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને યુએઈના વિદેશપ્રધાન શેખ અબદુલ્લા બિન જાયેદ અલ નહયાને પરસ્પર વ્યાપક ચર્ચા- વિચારણા કર્યાબાદ ઉપરોક્ત વિષયની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.બન્ને રાષ્ટ્રો વચ્ચે કરવામાં આવેલી સમજૂતી અનુસાર, ભારત યુએઈમાંથી તેલનો વધુ જથ્થાની આયાત કરશે. બન્ને દેશના વિદેશપ્રધાનોએ વ્યાપાર, સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહકાર વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.