ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે ચીનના વિદેશપ્રધાનને મળવા બીજિંગની ખાસ મુલાકાત લીધી ….

0
879

      ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સોમવારે ચીનના વિદેશપ્રદાન વાંગ લીની બીજિંગ ખાતે મુલાકાત લીધી હતી. બન્ને વિદેશપ્રધાનની મુલાકાતમાં જમ્મુ- કાશ્મીરનો મુદો્ પણ ચર્ચવામાં આવ્યો હતો. ચીનના વિદેશપ્રધાને રજૂ કરેલી બાબતોનો ઉત્તર આપતાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે એવા તર્કબધ્ધ કારણો આપ્યાં હતાં કે, ચીન કશો જ વિરોધ કરી શક્યું નહોતું. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવવાનો ભારતે  લીધેલો નિર્ણય ભારતના બંધારણની અંતર્ગત લેવામાં આવ્યો છે. તે નિર્ણયની કશી જ અસર પાકિસ્તાનને કે ચીનની સરહદને થવાની નથી. ચીને ચર્ચા દરમિયાન અકસાઈ ચીનનો મુદો્ પમ ઊઠાવ્યો હતો. ચીનને એ વાતની ચિંતા હતી કે, 370 કલમ રદ કરાવાને કારણે એની અસર ભારત- ચીનની સરહદ પર પણ પડી શકે છે. એસ. જયશંકરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, 370 કલમ રદ થવાથી તેમજ જમ્મુ- કાશ્મીરને તેમજ લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાને કારણે ભારતની અંદર જ માત્ર રાજ્યમાં અસર થશે, એની કોઈ પણ જાતની અસર આંતર રાષ્ટ્રીય સરહદ પર પડશે નહિ. 

   જમ્મુ – કાશ્મીરમાં 370મી કલમ રદ કરાયા બાદ ધુંધવાયેલા પાકિસ્તાને તેના વિદેશપ્રધાન સાહ મહંમદ કુરેશીને ચીન મોકલ્યા હતા. પરંતુ ચીને આ મુદે્ શાંતિનો માર્ગ અખત્યાર કર્યો હતો. 

     લાંબો સમય સુધી ચીનમાં રાજદૂત રહેલા એસ. જયશંકરનું સ્વાગત કરતાં ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ જણાવ્યું હતું કે, ભારત અને ચીનનું ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતામાં મહત્વનું યોગદાન હોવું જોઈએ.એસ. . જયશંકરે વિદેશ સેવામાં રહેવા દરમિયાન પણ ચીનમાં ઘણો સમય પસાર કર્યો છે. તેમનું ચીનમાં આવવું ખૂબ જ ખુશીની વાત છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here