ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉથ કોરિયાની મુલાકાતે – બે દિવસના રોકાણ દરમિયાન અનેક કાર્યક્રમો અને સરકાર સાથે મંત્રણા

0
1891

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેદિવસ માટે દક્ષિણ કોરિયાના પ્રવાસ માટે આજે સિયોલ પહોંચ્યા હતા. તેમણે અહીં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન ત્યાં વસનારા સ્થાનિક ભારતીયોને પણ મળ્યા હતા. તેઓ સાઉથ કોરિયા અને ભારત વચ્ચે વ્યાવસાયિક સંબંધો  મજબૂત કરવા મંત્રણા કરશે. સાઉથ કોરિયાની સરકાર દ્વારા તેમને સિઓલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.