ભારતના રાષ્ટ્રપતિ ભવનની  સફાઈ કર્મચારી  મહિલા કોરોનાની ઝપટમાં

..

    ભારતમાં મુંબઈ, દિલ્હી, કાનપુર, અમદાવાદમાં કોરોના- પોજિટિવ લોકોની સંખ્યા વધતી જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાના ચેપને અટકાવવા સલામતીના અનેક પગલાં લીધા છે. 25 માર્ચથી દેશમાં લાગુ કરાયેલું લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. ઘરમાં રહીને , સોશ્યસ ડિસ્ટન્સિંગ સહિતના નિયમો જાળવવાનું હજી પૂરતું પાલન કરવામાં આવતું નથી. લોકો કોરોના અંગોનો ટેસ્ટ કરાવવા તૈયાર થતા નથી.વિરોધ કરે છે.તબીબો સહિત સ્વાસ્થ્યકર્મીઓ પર પથ્થરમારો અને હુમલાની ઘટનાઓ દિલ્હી,ઉત્તપ્રદેશ તેમજ કર્ણાટકના વિસ્તારોમાં બની રહી છે, એ અતિ ગંભીર અને દુઃખદ છે.તબીબો, નર્સો, સ્વયંસેવકો પોતાનો જીવ જોખમમાં મૂકીને અવિરતપણે સેવાનું કામ કરી રહ્યા છે. હાલમાં દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિભવનની એક મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા છે. રાષ્ટ્રપતિભવનમાં કામ કરનારા100થી વધુ કર્મચારીઓ , દેખરેખ રાખનારા કર્મચારીઓ આ મહિલાના સંપર્કમાંઆવ્યા હોવનું જાણવા મળ્યું હતું. આ મહિલા એની કોરોનાગ્રસ્ત સાસુને મળવા ગઈ હતી અને પોતે જ કોરોનાથી સંક્રમિત બની હતી. સલામતી અને સુરક્ષાના તાકીદના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ  જણાવ્યું હતું.