ભારતના મોટાભાગના રાજ્યોમાં કોરોના અતિશય ઝડપથી આગળ ધપી રહ્યો છે..      

                                        ,

                ઉત્તરાખંડ, કેરળ, છત્તીસ ગઢ, પશ્ચિમ બંગાળ ,  તામિલનાડુ અને દિલ્હીમાં કોરોનાના વધુ કેસ સામે આવી રહ્યા છે. ગુજરાત. મહારાષ્ટ્રમાં સંખ્યા સ્હેજ  ઓછી થઈ છે.  દેશવ્યાપી લોકડાઉનમાં કેટલીક છુટછાટ આપવામાં આવ્યા બાદ કોરોનાના સંક્રમણના કેસ વધવાની શક્યતા જણાઈ રહી છે. જમ્મુ- કાશ્મીર, યુપી માં છેલ્લા ત્રણ જ દિવસમાં કેસની સંખ્યા વધવા માંડી છે. આસામ અને ત્રિપુરામાં એક સપ્તતાહથી કોરોનાના કેસ વધી રહ્યા છે. કર્ણાટકમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાની માહિતી છે. કર્ણાટક રાજ્ય હવે કોરોના પ્રભાવિત ટોચના દસ રાજ્યોની શ્રેણીમાં સામેલ થઈ ગયું છે. 

     માનવામાં આવી રહહ્યું છે કે, અપાયેલી છુટછાટને કારણે લોકોની બહાર જવાની અવરૃજવર વધી ગઈ છે. વળી કેટલાક લોકોને બાદ કરતા મોટાભાગના લોકો સોશ્યલ ડિસ્ટસિંગ અને  માસ્ક પહેરવાના નિયમનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે. જો પોલીસની દેખરેક – સુપરવિઝન ન હોય તો લોકો તેનો ગેરલાભ લે છે. લોકડાઉનની ગંભીરતાને તેમજ પરિસ્થિતિને સમજવા માટે જોઈતી સમજણ લોકોમાં નથી તે  પુરવાર થઈ રહ્યું છે.