ભારતના પ્રવાસે આવેલા કેનેડાના વડાપ્રધાન ટ્રુડોના માનમાં આયોજિત ભોજન- સમારંભમાં ખાલિસ્તાનના સમર્થકને આમંત્રણ અપાતાં થયો વિવાદ…

0
656
Reuters

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો સપરિવર ગત સપ્તાહે ભારતના 10 દિવસના પ્રવાસે આવ્યા છે. તેમના આગમન સમયે ભારતના પીએમઓ દ્વારા સ્વાગત અંગે સેવાયેલી ઉપેક્ષાએ રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના માનમાં દિલ્હી સ્થિત કેનેડાના હાઈકમિશન દ્વારા આયોજિત રાત્રિ- ભોજન સમારંભમાં ખાલિસ્તાનના સમર્થક જસપાલ અટવાલને આમંત્રણ અપાતાં વિવાદ સર્જાયો છે. આ અંગે સ્પષ્ટતા કરતા ભારતીય ગૃહ મંત્ર્યાલયે કહ્યું હતું કે, ખાલિસ્તાનના સમર્થકો માટેે બ્લેકલિસ્ટ યાદી તૈયાર કરવામાં આવતી હોય છે. જસપાલ અટવાલનું નામ હાલમાં બ્લેક લિસ્ટમાં નથી. એ વાતનો ફાયદો ઊઠાવીને જસપાલ અટવાલ ભારતના પ્રવાસે આવ્યો છે અને એજ કારણ કોેનેડાના હાઈ કમિશને પોતે યોજેલા ભોજન- સમારંભમાં અટવાલને આમંત્રણ આપ્યું હતું. વધુમાં ગૃહ મંત્ર્યાલયે જણાવ્યું હતું કે, પંજાબ સરકાર તેમજ એજન્સીઓ સાથે વિચાર – વિમર્શ કરીને ભારતનું ગૃહ મંત્ર્યાલય ખાલિસ્તાનના સમર્તકોનું બ્લેક લિસ્ટ તૈયાર કરે છે.ચોક્કસ સમયાના તબક્કે આ લિસ્ટઅંગે રિવ્યૂ- પુનઃ વિચારણા કરવામાં આવતી હોય છે.

   છેલ્લા કેટલાક વરસોમાં કુલ 150 લોકોના નામો આ બ્લેક લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.જેઓ અગાઉ હિંસક ઘટનાઓમાં સંડોવાયેલા હતા. એમાંના મોટાભાગના લોકો પાકિસ્તાન,કેનેડા,઩નોર્વે, અમેરિકા, ફ્રાંસ અને જર્મનીમાં વસવાટ કરી રહ્યા છે. તેઓ દુનિયાના કોઈ પણ દેશનો પ્રવાસ કરી શકે છે. એઅંગે તેમના પ્રવાસ પર કોઈ પ્રતિબંધ નથી. ખાલિસ્તાનના સમર્થક જસપાલનું બ્લેક લિસ્ટમાં નામ ન હોવાથી પ્રેરાઈને કેનેડાના હાઈકમિશનર નાદિર પટેલે તેને આમંત્રણ પાઠવ્યું હતું. જોકે ત્યારબાદ આ આમંત્રણ રદ કરવામાં આવ્યું છે. હાઈકમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતુંકે, વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો હાલમાં ભારતનો પ્રવાસ કરી રહ્યા છે. તેમની સલામતીને લક્ષમાં રાખીને હાલમાં અમે આ અંગે કશી ટિપ્પણી કરવા માગતા નથી.

     મુંબઈ ખાતે આયોજિત વડાપ્રધાન ટ્રુડોના એક કાર્યક્રમમાં જસપાલ અટવાલનો આમંત્રમ આપવામાં આવ્યુંહતું, તે બાબત ખુલાસો કરતાં જસ્ટીન ટ્રુડોએ જણાવ્યું હતું કે.ખાલિસ્તાનના સમર્થકને નિમંત્રણ આપવાની જરૂર નહોતી.પાર્લામેન્ટના એક સભ્યે અટવાલને અંગત રીતે આમંત્રિત કર્યો હતો.

કેનેડાના વડાપ્રધાન જસ્ટાન ટ્રુડોના ભારત પ્રવાસ દરમિયાન તેમના સ્વાગત બાબત કેન્દ્રસરકારે અપનાવેલું  ઉદાસીનતાનું વલણ અનેક રાજકીય સંકેતો ઊભા કરે છે. કેન્દ્રસરકારના એક રાજયકક્ષાના કૃષિમંત્રી તેમનું સ્વાગત કરવામાં આવે તેવાત કેન્દ્રીય ભારત સરકારની કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો પ્રત્યેની નારાજગી પ્રગટ કરે છે. આ ઉદાસીનતાભર્યા વલણની પાછળના સૂચિતાર્થો હાલમાં સ્પષ્ટ નથી થયા, પણ એની અસર કેનેડા અને ભારતના પરસ્પરના રાજદ્વારી સંબંધો પર અવશ્ય પડશે. 23મી ફેબ્રુઆરીના ટ્રુડો અને વડાપ્રધાન  નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત યોજાવાની છે. આ મુલાકાત દરમિયાન પરસ્પર સહકારની ભૂમિકા કેવી રચાય છે અને આમુલાકાતની ફલશ્રુતિ શું હશે તે જાણવાની ઉત્કંઠા ભારત સહિત વિશ્વભરના રાજકીય નિરીશ્રકો રાખી રહ્યા છે…