ભારતના પ્રતિભાશાળી ગણિતશાસ્ત્રી આનંદકુમારના જીવન પરથી બનેલી બાયોપિક સુપર 30 આજે રિલિઝ થઈ

0
743

નિમાતા નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ, ફેન્ટમ ફિલ્મસ અને રિલાયન્સ ફિલ્મ દ્વારા નિર્મિત સુપર- 30 બિહારના એક સરલ પ્રતિભાસંપન્ન ગણિતજ્ઞ આનંદકુમારના જીવન પર આધારિત બાયોપિક છે. જેમાં આનંદકુમારની ભૂમિકા બોલીવુડના સોહામણા અને પ્રતિભાશાળી અભિનેતા હૃતિક રોશને ભજવી છે. હૃતિક સિવાય આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર, પંકજ ત્રિપાઠી , નંદિશ સિંહ અને અમિત સાધે પણ ભૂમિકા ભજવી  છે.બોલીવુડમાં છેલ્લા ઘણા સમંયથી સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન કરનારી વ્યક્તિઓના જીવન ઉપરથી બોલીવુડમાં બાયોપિક બની રહી છે. જેને મોટાભાગે પિન્દી ફિલ્મોના પ્રેક્ષકોએ પણ પસંદ કરી છે. આનંદકુમારની જીવન કથા ખૂબ જ અનેરી અને રામાંચક છે.તેઓ બિહારના એક ખૂબજ ગરીબ પરિવારમાં જન્મ્યા હતા. તેમણે પોતાની આસપાસની શૈક્ષણિક પરિસ્થિત નિહાળી. તેમને જોવા- જાણવા મળ્યું કો ગરીબ કુટુંબના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ભારતની શૈક્ષણિક સંસ્થા આઈઆઈટીમાં પ્રવેશ માટેની પરીક્ષા પાસ કરી શકતા નથી. કારણ કે તેમની પાસે ટયુશન ફી ચુકવવાના પૈસા નથી હોતા. આથી શિક્ષક આનંદકુમારે સુપર-30 નામની સંસ્થા ખોલી. આ શૈક્ષણિક સંસ્થામાં તેમણે ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેમની સંસ્થાના વિદ્યાર્થીઓને એમના પરફોમર્ન્સના આધાર પર આઈઆઈટીમાં પ્રવેશ મળવા માંડ્યો. આ ફિલ્મમાં ગણિતના પ્રતિભાશાળી શિક્ષક અને આધર્શવાદી રહેમદિલ માણશના જીવન સંઘર્ષની કથાને રૃતિક રોશને પોતાની સુંદર અભિનયશક્તિ ધ્વારા પ્રગટ કરી છે. બોલીવુડની મસાલા – મનોરંજન પીરસનારી ફિલ્મથી અલાયદું કથાનક ધરાવતી આફિલ્મ કલારસિક ફિલ્મરસિ્કોને અવશ્ય ગમશે.