ભારતના પાંચ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાને કારણે 30 લોકોનાં મોત, અનેક લોકો ઘાયલ

0
878
IANS

ભારતના પાંચ રાજ્યોમાં વાવંટોળ અને વરસાદી તોફાનને કારણે તેમજ વીજળી પડવાથી આશરે 30 જણાનાં મૃત્યુ થયા હોવાનું તેમજ અનેક લોકો જખ્મી થયા હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. સૌથી વધુ નુકસાન ઉત્તરપ્રદેશમાં થયું હોવાનો અહેવાલ મળ્યો હતો. પશ્ચિમ બંગાળમાં પણ ખૂબ તારાજી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આંધ્રપ્રદેશ, દિલ્હી, ઉત્તરા ખંડના અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. કર્ણાટક, કેરળ અને તામિલનાડુના કેટલાક ભાગોમાં વાવાઝોડુ ત્રાટક્યું હોવાની માહિતી મળી હતી.