ભારતના નાણાંપ્રધાન અરુણ જેટલીને કીડનીની સારવાર માટે નવી દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા

0
774

 

ભારતના નાણાંપ્રધાન અરુણ જેટલીને શક્રવારે નવી દિલ્હી સ્થિત ઓલઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા થોડાક સમયથી કીડનીની બીમારીથી પીડાઈ રહ્યા છે. સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે 7 એપ્રિલના તેમનું કીડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરવામાં આવશે. એઅંગેી તમામ પ્રાથમિક ઔપચારિકતાો પૂર્ણ કરવામાં આવી હોવાનું હોસ્પિટલના આધારભૂત વર્તુળોએ જણાવ્યું હતું.

 કીડનીના વ્યાધિથી ગ્રસ્ત હોવાને લીધો અરુણ જેટલી રાજયસભાના નવા સભ્ય તરીકે શપથ લેવા આયોજિત કાર્યક્રમમાં પણ હાજર રહી શકયા નહોતા. આગામી સપ્તાહમાં ભારત- યુકે વચ્ચે યોજનારી વ્યાપાર અને આર્થિક વિષય સંબંધિત બેઠકમાં પણ તેઓ હાજરી આપવાના નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક અગ્રણી નેતાઓએ તેઓ જલ્દીથી સાજા થઈ જાય એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.