ભારતના ક્રિકેટ કેપ્ટન તેમજ વિરાટ કોહલીને પેટાએ આપ્યો પર્સન ઓફ ધ ઈયરનો એવોર્ડ.

0
1432

પીપલ્સ ફોર ધ ઈથિકલ ટ્રીટમેન્ટઓફ એનિમલ્સ- પેટાએ ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલીને પર્સન ઓફધ યર- 2019થી સન્માનિત કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આમેરના કિલ્લામાં સવારી માટે ઉપયોગમાં લેવામાં આવતા હાથીની મુક્તિ માટે પેટા ઈન્ડિયાના અધિકારીઓ વતી અધિકારીઓને એક પત્ર લખ્યો હતો. માલતી નામના આ હાથીને લોકોને ખૂબ માર માર્યો હતો. તાજેતરમાં જ વિરાટ કોહલીએ બેન્ગલુરુમાં એક પશ- રક્ષણ ગૃહની મુલાકાત લીધી હતી , ત્યાં તેમમએ લોકોને અપીલ કરી હતી કે, ુપશુઓને ખરીદવાને બદલે બેસહારા પશુઓને અપનાવો. પેટા ઈન્ડિયાના પબ્લિક રિલેશન અધિકારી સચીન બંગેરાના જણાવ્યા અનુસાર, વિરાટ કોહલી પશુઓના અધિકારોનું હંમેશા સમર્થન કરત રહ્યા છે. પશુઓ સાથે કરવામાં આવતા ક્રૂરતાભર્યા વર્તનનો વિરાટ હંમેશા વિરોધ કરે છે. 

       વિરાટ કોહલીની અગાઉ પેટા દ્વારા ઉપરોક્ત સન્માન અનેક નામી વ્યક્તિઓને આપવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના નેતા શશી થરુર, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ પન્નીકર રાધાકૃષ્ણન, હેમા માલિની, અભિનેતા આર. મધવન , અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ તેમજ અનુષ્કા શર્માનો સમાૈવેશ થાય છે.