ભારતના ક્રિકેટરો માટે વેતનનું નવું માળખું- બીસીસીઆઈના લિસ્ટમાં  ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ નથી..

0
1007
Reuters

બીસીસીઆઈ અને કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સે હાલમાં ભારતની ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે નવા વેતન- સેલરીની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ ખેલાડીઓને આપવામાં આવતા વેતનમાં ખાસ્સો વધારો કર્યો છે. અગાઉ એ ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક બે કરોડ રૂપિયાનું વેતન આપવામાં આવતું હતું. હવે એ પ્લસના ખેલાડીઓને 7 કરોડ રૂપિયા અને એ ગ્રેડના ખેલાડીઓને 5 કરોડ રૂપિયાનું વાર્ષિક  મહેનતાણું આપવામાં આવશે. એ પ્લસ ખેલાડીઓની કેટેગરીમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. જયારે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને એ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ નવા વેતન પ્રમાણે, ભુવનેશ્વર પ્રસાદ અને જસપ્રીત બુમરાહ ને મહેન્દ્રસિંહ ધોની કરતાં વધુ મહેનતાણું મળશે.

વિવધ કેટેગરીમાં મૂકાયેલા ખેલાડીઓનું લિસ્ટ આ પ્રમાણે છે-

એ પ્લસ કેટેગરી- ( વાર્ષિક 7 કરોડરૂપિયા ) – વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ

એ કેટેગરી- ( વાર્ષિક 5 કરોડ રૂપિયા) – આર અશ્વિન , રવીન્દ્ર જાડેજા, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, અજિંકય રહાણે, એમ એસ ધોની, રિધ્ધિમાન સાહા

બી કેટેગરી( વાર્ષિક 3 કરોડ રૂપિયા) – કે એલ રાહુલ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા, દિનેશ કાર્તિક

સી કેટેગરી ( વાર્ષિક 1 કરોડ રૂપિયા) – કેદાર જાધવ, મનીષ પાંડે , અક્ષર પટેલ, કરુણ નાયર, સુરેશ રૈના, પાર્થિવ પટેલ , જયંત જાધવ

બીસીસીઆઈએ જહેર કરેલું આ વાર્ષિક મહેનતાણાનું લિસ્ટ ફાયનલ છે. એમાં કોઈ પણ જાતની ક્ષતિને અવકાશ નથી.

મોહમ્મદ શમી પર એમનાં  ચારિત્ર્ય વિષે ગંભીર આક્ષેપો કર્યા છે . જેની બીસીસીઆઈે ગંભીર નોંધ લીધી છે. આથી  તેમનો કોન્ટ્રેકટ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.