ભારતના એચ-1અને એચ-4 વિઝાધારકોએ ટ્રમ્પના વહીવટીતંત્રે મૂકેલા  ટ્રાવેલ બાન- પ્રવાસ પ્રતિબંધને પડકારતો કેસ કર્યોઃ 

 

    ભારતના એચ-1 અને એચ-4 વિઝા ધરાવનારા લોકોએ – 7 સગીર અને 174 પુખ્ત વયના વિઝાધારકોએ ટ્રમ્પના વહીવટીતંત્રના નિર્ણયને પડકારવા અદાલતના દરવાજા ખખડાવ્યા હોવાની માહિતી મળી હતી. અદાલત સમક્ષ કરવામાં આવેલી રજૂઆત અનુસાર, ટ્રમ્પના શાસને એચ-1બી વિઝા પર 2020ની સાલ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. ઉપરોકત કેટેગરીનો વિઝા ધરાવતા અને કોવિદ-19 અગાઉ ભારતમાં પરત આવેલા 174 નાગરિકો લોકડાઉન દરમિયાન વિઝા રિન્યુ કરાવી શક્યા નથી. હવે ટ્રમ્પ સરકારે આ વિઝાધારકો માટે પ્રવેશ- પ્રતિબંધ મૂકી દેતાં તેમની હાલત કફોડી થઈ ગઈ છે. એચ- 1 વિઝાધારકોને એમની નોકરી જવાનો ભય છે. તેમના ભારત આવેલા આશ્રિતો પરિવારથી વિખૂટા થઈ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here