ભારતના ઈલેકશન કમિશને ચૂંટણી પ્રચારમાં આચાર સંહિતાનો ભંગ કરનારા રાજકીય નેતાઓ સામે લીધાં પગલાં…પ્રચાર કરવા પર લગાવ્યો પ્રતિબંધ ..

0
899

ભારતના ઈલેકશન કમિશને – ચૂંટણી પંચે હાલમાં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં વકતવ્યો આપતી વખતે ભાષાની મર્યાદા અને આચાર સંહિતાનો ભંગ કરનારા વિવધ રાજકીય પક્ષના અગઅગ્રણી નેતાઓના પ્રચાર પર પ્રતુબંધ મૂક્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીમાં સૌપ્રથમવાર આમ જનતાને ધર્મના નામે વહેંચીને મત ઉધરાવવાની નિમ્ન કક્ષાની રાજનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. ઈલેકશન કમિશને સોમવારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને 72 કલાક અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીજીને 48 કલાક સુધી ચૂંટણી પ્રચાર નહિ કરવાનો આદેશ જારી કર્યો હતો. જો આદિત્યનાથ અને માયાવતીજી ચૂંટણી પંચના આદેશને અવગણીને ચૂંટણી પ્રચારમાં સામેલ થશે તો તેમની સામે કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરોકત નિર્ણયથી એ વાત સ્પષ્ટ થઈ હતી કે, યોગી આદિત્યનાથ 16,17 અને18 એપ્રિલે પ્રચાર નહિ કરી શકે. જયારે માયાવતીજી 16 અને 17 એપ્રિલે કોઈ પણ પ્રકારના ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકશે નહિ. અર્થાત્ આગામી 18 એપ્રિલ , ગુરુવારે યોજાનારી લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન સુધી તેઓ પ્રચાર કરવાથી બાકાત રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ કોઈ પણ પ્રકારનું ટ્વીટ પણ નહિ કરી શકે , તેઓ કોઈ પત્રકારને કે કોઈ ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ પણ નહિ આપી શકે. દેશની સર્વોચ્ચ અદાલતે- સુપ્રીમ કોર્ટે યોગી આદિત્યનાથ તેમજ માયાવતીના વકતવ્યમાં કરાયેલા વિધાનોની ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે આ બાબત ચૂંટણી પંચને પણ તેની કાર્યદક્ષતા માટેની નબળાઈ પર ખખડાવી નાખ્યું હતું. તેણે ચૂંટણી પંચને પ્રશ્ન કર્યો હતોકે,ઉપરોકત નેતાઓના વાંધાજનક ભાષણોની સામે પંચે કેમ કડક કાર્યવાહી હજી સુધી કરી નથી?? ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જવાબ આપ્યો હતોકે, અમે બન્ને નેતાઓને નોટિસ ફટકારી હતી. જેના ઉત્તરમાં ઉપરોક્ત બન્ને નેતાઓએ તેઓ પ્રચાર દરમિયાન લોકોને ઉશ્કેરતાં ભાષણ નહિ કરે તેવી પંચને ખાત્રી આપવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોટૅની કરડાકી જોઈને ચૂંટણી પંચે કડક પગલાં લઈને યોગી આદિત્યનાથ અને માયાવતીના પ્રચાર પર ચોક્કસ સમયગાળા માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. સોમવારની રાતે ચૂંટણીપંચે ભાજપના મહિલાપ્રધાન મેનકા ગાંધી અને સમાજવાદી પક્ષના અગ્રણી નેતા આઝમખાનની વાંધાજનક ટિપ્પણીઓ સામે પગલાં લીધા હતા.

મેનકા ગાંધી પર 48 કલાક માટે અને આઝમ ખાન પર ભાજપના ઉમેદવાર અભિનેત્રી જયાપ્રદા વિષે અશોભનીય ટિપ્પણી કરવા માટે 72 કલાક માટે પ્રતિબંધ મૂક્યો હતો. સમાજવાદી પક્ષના નેતા આઝમખાને એક સન્માનનીય મહિલા ઉમેદવાર અંગે અતિ અભદ્ર નિવેદન કરીને સંસકાર, શાલીનતા, સ્ત્રી- સન્માન અને સંસ્કૃતિને લાંછન લાગે તેવું નિવેદન કર્યું હતું. લોેકસભાના ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષોના નેતાઓએ એકમેકની કામગીરી કે નીતિ વિષયક નિર્ણયો બાબત વાત કરવી જોઈએ, ટીકા- આલોચના કરવી જોઈએ.એ આદર્શ લોકશાહીનું લક્ષણ છે. અતિ દુખ સાથે એ વાતની નોંધ લેવી પડે છેકે હાલની લોકસભાની ચૂંટણીમાં આક્ષેપો- પ્રતિ- આક્ષેપોવાળા  કેટલાક પ્રવચનોમાં ઉપયોગમાં લેવાતી ભાષા એક સંસ્કારી અને સુસંસ્કૃત દેશના નેતા કે નાગરિકની ભાષા નથી. વ્યકિતગત આક્ષેપબાજીમાં પ્રમાણ-ભાન જળવાતું નથી. સુરુચિનો ભંગ થાય છે. ચૂંટણી પંચની આચારસંહિતા અમલમાં હોવા છતાં બેફામ રીતે, બેલગામ વકતવ્યો આપવામાં આવી રહ્યા છે.

યોગી આદિત્યનાથે એક પ્રચાર -પ્રવચનમાં કહ્યું – સપા- બસપા અને કોંગ્રેસને અલી પર ભરોસો છે, તો અમને બજરંગબલી પર ભરોસો છે.

સપા નેતા આઝમ ખાને રામપુર લોકસભા વિસ્તારના ઉમેદવાર જયાપ્રદા વિષે નિવેદન કર્યું – રામપુરવાળાને જેની વાસ્તવિકતા સમજતાં 17 વરસ લાગ્યા, તેને હું 17 મિનિટમાં આોળખી ગયો ……( ત્યારબાદ તેમણે કરેલી અશોભનીય , અશિષ્ટ ટિપ્પણીના શબ્દો લખી શકાય એવા નથી. )

માયાવતીએ એમના પ્રચાર ભાષણમાં કહ્યું -હું મુસ્લિમ સમાજને કહેવા માગું છું કે તેઓ વોટના ભાગલાં  નાકરે. અલી પણ અમારા છે, બજરંગબલી પણ અમારા છે….

મેનકા ગાંધીએ તેમના વિસ્તારમાં પ્રવચન આપતાં કહ્યું — હું તો ચૂંંટણી જીતવાની જ છું. તમે તમારો વોટ મને નહિ આપો તો પછી જોઈ લેજો. , હું શું કરું છું. હું કંઈ મહાત્મા ગાંધીની સંતાન નથી…

આચાર સંહિતાનો ભંગ થવાથી ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવતાં પગલાં  અને કાર્યવાહીની ભારે અસર પડે છે. આ કાર્યવાહીને કારણે પ્રચારનું વાતાવરણ અતિ કલુષિત થતું નથી. આપણા ચૂંટણી પંચ પાસે અનેક અધિકાર છે. કોઈ ઉશ્કેરણીજનક કે ધર્મને નિમિત્ત બનાવીને મત માગતું પ્રવચન કરે તો એ અંગે સજા માટેની જોગવાઈ પણ છે. ચૂંટણી પંચ તથ્યોના આધારે અસરકારક કામગીરી બજાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here