ભારતના ઈલેકશન કમિશનર સુનિલ અરોરા કહે છે- ભારતમાં ચૂંટણી સમયસર કરવામાં આવશે.

0
903
Photo: Election Commission of India

ભારત અને પાકિસ્તાન વચ્ચે  સંબંધો તંગદિલી ભર્યા છે. માહોલમાં અશાંતિ છે, સ્થિતિ વિસ્ફોટક છે. આમછતાં લેકસભાની ચૂંટણી સંયસર યોજવા માટે ચૂંટણી પંચ કટિબધ્ધ થઈ રહ્યું છે. ચૂંટણીઓ માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ પહેલા એવી અટકળ કરવામાં આર્વતી હતી કે, કદાચ લોકસભાની ચૂંટણીની તારીખ આગળ વધારવામાં આવશે. ઈવીએમના મામલાને રાજકીય નેતાઓ ફુટબોલની જેમ ઉછાળી રહ્યા છે. સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે, ઈવીએમના મુદા્ને બિનજરૂરીરીતે જોરશોરથી ચગહાવવામાં આવી રહ્યો છે. તેમએ કહ્યું હતું કે, ફોર્મ -26માં કેટલાક પરિવર્તન કરવામાં આવી રહ્યા છે. હવે ઉંમેદવારના પતિ કે પત્ની , બાળકો વગેરેની આવક વિષે માહિતી આપવી પડશે. ચૂંટણી પંચે આજે એવાત ભારપૂર્વક કહી હતી કે, લોકસભાની ચૂંટણી નિયત સમય પ્રમાણે જ યોજવામાં આવશે. ચૂંઠમી નિયત સમયપત્રક પ્રમાણે યોજવામાં આવશે અને એની સમય મર્યાદામાં જ પૂર્ણ કરાશે.