
ભારતનાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ હાલમાં અમેરિકાના રાજકીય પ્રવાસે આવ્યા છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ( યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી) ના વાર્ષિક સત્રમાં હાજરી આપવા માટે આવ્યાં છે. તેઓ આગામી શનિવારે 29મી સપ્ટેમ્બરે યુનોની મહાસભાને સંબોધન કરશે. પોતાના વકતવ્યમાં તેઓ વિશ્વ પ્રત્યે ભારતનો અભિગમ તેમજ ભારતના વૈશ્વિક એજન્ડાને પેશ કરશે. યુનોના રાજનીતિ વિભાગના ભારતીય સંયુક્ત સચિવ દિનેશ કે પટનાયકે આપેલી માહિતી અનુસાર, સષમા સ્વરાજ સાથે દ્વિપક્ષી મંત્રણા યોજવા માટે આશરે 30 આગેવાનોએ વિનંતી કરી હતી , પણ તેઓ માત્ર આઠ સામૂહિક બેઠકોમાં જ ઉપસ્થિત રહેશે. તેઓ ન્યુ યોર્કમાં યોજાનારી આ બેઠકો દરમિયાન પાકિસ્તાનના વિદેશમંત્રી સાહ મહેમૂદ કુરૈશી સાથે વાતચીત કરશે નહિ.
સુષમા સ્વરાજ રવિવારે આયોજિત ભારતીય સમુદાયના સમારંભમાં પણ હાજરી આપશે. તેઓ સોમવારે નશાખોરીની વૈશ્વિક સમસ્યાના વિષય પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે યોજાનારી બેઠકમાં પણ ભાગ લેશે.