ભારતથી આ દેશો માટે મફત રસી જવા રવાના, સૌથી પહેલા આ દેશમાં પહોંચશે વેક્સિન

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરીને ભારતે પહેલાથી જ ઇતિહાસ રચ્યો છે અને હવે અબજો ભારતીયો વતી ભારત સરકારે પાડોશી દેશોને વિના મૂલ્યે કોરોના રસી પહોંચાડવાની શરૂઆત કરી છે. બુધવારે સવારે ભુટાન માટે ૧.૫ લાખ રસી અને માલદીવ માટેની ૧ લાખ રસીની પ્રથમ બેચને મુંબઇ એરપોર્ટથી રવાના કરવામાં આવી હતી. રસીના માલ પર ત્રિરંગો સાથેનો સંદેશ લખવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના લોકો અને સરકાર તરફથી ભેટ. 

ભારતે ભૂટાન અને માલદીવ ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને સેશેલ્સ જેવા દેશોને મફત રસી આપવાનું વચન આપ્યું છે. રસીકરણ અભિયાનનો પ્રારંભ કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત એવા કેટલાક દેશોમાં શામેલ છે, જે મુશ્કેલી હોવા છતાં, વિશ્વના ૧૫૦થી વધુ દેશોને જરૂરી દવાઓ અને જરૂરી તબીબી સહાય પૂરી પાડે છે.