ભાટી એને આઠ ઇંચ લાંબા નખમાં દીવો પ્રગટાવી દેશદાઝ વ્યક્ત કરી

 

વાંકાનેરઃ ભારતમાં કોરોના સામેના જંગમાં ઓજસ્વીતા, તેજસ્વીતા આપવા દેશની તમામ જનતા એક છે તેની પ્રતીતિ કરાવવા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી એપ્રિલના રોજ રાત્રિના ૯ વાગ્યાથી ૯ મિનિટ સુધી દીવડા ઘરના આંગણે પ્રગટાવવા અનુરોધ કરેલ તેમાં ગુજરાતના વિખ્યાત તસવીરકાર નેઇલ ચિત્રકાર ભાટી એન.એ પોતાના ડાબા હાથના અંગુઠાના આઠ ઇંચ લાંબા નખ વડે તદ્દન અદ્ભુત પ્રયોગ કરેલ. તેમણે આઠ ઇંચ લાંબા નખને કોડિયું બનાવી તેમાં વાટ રાખી દીવો પ્રગટાવેલ અને દેશનો કોરોના સામે દિગ્વિજય થાય તેવી મનોકામના વ્યક્ત કરેલ