ભાજપ સામે હારી ગયેલી કોંગ્રેસ ઓનલાઇન લડવા માટે સો. મીડિયા યોદ્ધા તૈયાર કરશે

 

અમદાવાદઃ સોશ્યલ મીડિયાની લડાઇમાં ભાજપ કરતા ઘણી પાછળ રહેલી કોંગ્રેસ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની શક્તિ વધારવાની કવાયતમાં વ્યસ્ત છે. પાંચ લાખ સોશ્યલ મીડિયા યોદ્ધા તૈયાર કરવાના હેતુથી કોંગ્રેસે સોમવારે એક અભિયાન શરૂ કર્યું છે. આ માટે પાર્ટીએ એક હેલ્પલાઈન નંબર અને એક સોશિયલ મીડિયા પેજ શરૂ કર્યું છે, જ્યાંથી રાહુલ ગાંધીએ લોકોને જોડાવાની અપીલ પણ કરી છે. જો કે, એક મોટો સવાલ છે કે શું કોંગ્રેસ તેના સોશ્યલ મીડિયા યોદ્ધા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપને પડકારશે? કોંગ્રેસ સોશ્યલ મીડિયા ટીમના વડા રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના પાંચ લાખ સોશિયલ મીડિયા યોદ્ધાઓ દેશના ખૂણે ખૂણે પાર્ટીનો સંદેશ મોકલવાનું કામ કરશે. આ કામને ચોક્કસ પ્લેટફોર્મ પર મૂકવા માટે, પાર્ટી ટૂંક સમયમાં ૫૦ હજાર અધિકારીઓની ભરતી કરશે, જેની સહાય માટે ૪.૫ લાખ સોશિયલ મીડિયાના યોદ્ધાઓ હશે. કોંગ્રેસ તેના અભિયાન દ્વારા સોશિયલ મીડિયા માટે કામ કરવા ઇચ્છુક લોકોનો ડેટા એકત્રિત કરશે. એકવાર કાળજીપૂર્વક તપાસ કર્યા પછી, તે લોકોની મુલાકાત લેવામાં આવશે અને બાદમાં તાલીમ પણ આપવામાં આવશે. ૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયાને તેમની ચૂંટણી રણનીતિનો એક ભાગ બનાવ્યો હતો. આ દ્વારા પોતાનો સમૂહનો આધાર વધારવાનું શરૂ કર્યું.