ભાજપ રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો દાવો:  સુશાંત સિંહ રાજપૂતના મત્યુના મામલે થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સના અહેવાલ બાબત સ્વાસ્થ્ય મંત્રાલયને કોઈ જાણકારી આપવામાં આવી નથી.

 

             ગત મંગળવારે સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટવીટ કરીને જણાવ્યું હતું કે, મેં એમ્સની ટીમના કથિત અહેવાલ સંબંધિત મારા પાંચ  સવાલો અંગે સ્વાસ્થ્ય સચિવ સાથે વાતચીત કરી હતી. એક સમાચાર ચેનલે રિપોર્ટને લઈને એવો દાવો કર્યો હતોકે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. આ બાબત સ્વાસ્થ્ય મંત્રાલયને કશી જાણકારી આપવામાં આવી નથી.