ભાજપ દિલ્હીના મુખ્યપ્રધાન પદ માટે પોતાના પક્ષના ઉમેદવારનું નામ જાહેર કરેઃ અરવિંદ કેજરીવાલ 

0
992

  દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ થઈ રહી છે. આપ, ભાજપ અને કોંગ્રેસ- પ્રતિસ્પર્ધી બનીને ચૂંટણી લ઼ડી રહ્યા છે. તાજેતરમાં જ આપ દ્વારા પોતાના પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છ દિલ્હી અને સ્વચ્છ યમુના- અંગે વચન આપવામાં આવ્યું છે. લોકતંત્રમાં પરસ્પર વાદ- વિવાદ અને ચર્ચા થાય એ જરૂરી છે. સશકત લોકતંત્ર માટે એ અતિ મહત્વનું છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપે એના મુખ્યમંત્રીપદના ઉમેદવારનું નામ ઘોષિત કરવું જોઈએ. 

     ઉત્તપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, ભારતની વરસો જૂની સમસ્યાઓનું  સમાધાન થઈ રહ્યું છે, એ વાત વિરોધ પક્ષોને ગમતી નથી. વિરોધ પક્ષો સચ્ચાઈને પચાવી શકતા નથી. પાકિસ્તાનના પ્રધાનો અરવિંદ કેજરીવાલના સમર્થનમાં કેમ નિવેદનો કરી રહ્યા છે – એ વાત સમજવી જરૂરી છે. દિલ્હીના શાહીનબાગમાં બેઠેલા પ્રદર્શનકારોને મફતમાં બિરયાની ખવડાવતા કેજરીવાલ ને પાકિસ્તાનના નેતાઓ સમર્થન આપે એમાં કશી નવાઈ નથી.