
રાષ્ટ્રપતિનું અભિભાષણ પૂરું થયા બાદ ભાજપ અને એના સહયોગી રાજકીય પક્ષોના સંસદોને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વિરોધપક્ષો સીએએનો કાનૂન મુસ્લિમ વિરોધી હોવાનો ખોટો પ્રચાર કરી રહ્યા છે. જોકે મોદી સરકાર લધુમતી હોય કે બહુમતી ભારતના તમામ નાગરિકોના હિતનો વિચાર કરીને જ કાનૂન બનાવે છે. સરકાર બંધારણને માન આપે છે અને સહુને સમાનતાની દ્રષ્ટિએ જ નિહાળે છે,.અત્યારે આપણે આ ખોટા પ્રચારનો એકબનીને સામનો કરવાનો છે.
ઉપરોકત સીએેએ અંગે દેશભરમાં ઠેર ઠેર વિરોધ અને પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે સરકારે એની સામે મકક્મતાથી કામ લીધું છે. ગૃહપ્રધાન અમિત શાહે વારંવાર જાહેર કર્યું છેકે, સીએએનો કાનૂન પાકિસ્તાન, બંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં જોર- જુલ્મ સહીને આવેલાં શરણાર્થીઓને (બિન- મુસ્લિમ)ભારતની નાગરિકતા આપવા માટે બનાવવામાં આવ્યો છે, ભારતના મુસ્લિમોએ એનાથી ગભરાવાની જરૂર નથી. વિરોધપક્ષો અને અસામાજિક તત્વો દેશમાં ખોટો પ્રચાર કરીને અરાજકતા ફેલાવી રહ્યા છે. એનાથી જાગરૂક રહેવાની જરૂર છે્.