ભાજપે મનોજ તિવારીને દિલ્હીના પ્રદેશ આધ્યક્ષપદેથી હટાવ્યા, તેમના સ્થાને દિલ્હીના ભૂતપૂર્વ મેયર આદેશ ગુપ્તાની નિમણુક કરાઈ..,. 

 

     હાલમાં ક્રિકેટની રમતના કાર્યક્રમમાં જઈને સોશ્યલ ડિસ્ટસિંગના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરવા બદલ  મનોજ તિવારીની પ્રમુખપદેથી રવાનગી કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે કોરોના પ્રેરિત લોકડાઉનના સમયકાળમાં પણ આગેવાન નેતાઓ સ્થાપવામાં આવેલી આચાર- સંહિતાનો ભંગ કરીને લોકો સમક્ષ ખોટો દાખલો ઊભો  કરે  તેથી ભાજપના અગ્રણીઓ બહુ નારાજ હતા. વળી મનોજ તિવારીનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો હતો. તેમણે અગાઉ પોતાનું રાજીનામું આપ્યું ત્યારે સ્વીકારવામાં આવ્યુ નહોતું. આ જ રીતે ભાજપના હાઈકમાન્ડે છત્તીસગઢ અને મઇમપુહરમાં પણ નવા પ્રદેશ પ્રમુખોની નિમણુક કરી હતી. છતીસગઢમાં વિષ્ણુદેવ સાય અને મણિપુરમાં ટિકેન્દ્ર સિંહને પ્રદેશ પ્રમુખનું સુકાન સોંપવામાં આવ્યું હતું. મનોજ તિવારી બહુમુખી પ્રતિભા ધરાવતા નેતા છે. તે પ્રભાવશાળી વક્તા છે. ભોજપુરી ફિલ્મોમાં હીરો તરીકે ભૂમિકાઓ ભજવીને તેમણે લોકપ્રિયતા હાંસલ કરી છે. તેઓ એક નીવડેલા ગાયક પણ છે. જોકે ભાજપના અગ્રણીઓ હાલમાં મનોજ તિવારીના મનસ્વી વર્તનથી નાખુશ છે.