
વાત તો સાચી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોરધન ઝડફિયાને યુપીના પ્રભારી બનાવીને તેમના શિરે અતિ મહત્વની તેમજ વિકટ જવાબદારી સોંપી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં અમિત શાહે યુપીમાં તો ખરેખર જાદુ જ કર્યો હતો. લોકસભાની 80 બેઠકોમાંથી 71 બેઠકો ભાજપ જીતી જાય એ તો ખુલ જા સીમ સીમ ….જેવું જ કહેવાય…ઝડફિયાના નામની જાહેરાત કરવામાં આવી ત્યારથી ભાજપના સંગઠનની સાથે સંકળાયેલા અનેક લોકો આશ્ચર્યની લાગણી અનુભવી રહ્યા છે. જોકે ભાજપના અગ્રણી નેતાઓ ઝડફિયાને એક કુશળ અને બુદ્ધિશાળી વ્યક્તિ માની રહ્યા છે્. ઝડફિયામાં સંગઠનની સૂઝ અને કુનેહ છે. તેમની વ્યૂહરચનાથી યુપીમાં ભાજપને ફાયદો થશે એવું માનવામાં આવી રહ્યું છે.