ભાજપે આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ ઉમેદવાર જાહેર કર્યા

 

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીઍ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ઍનડીઍના સાથી દળો સાથે ચર્ચા કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ જેપી નડ્ડાઍ રાષ્ટ્રપતિના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાજપે દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. નોંધનીય છે કે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪ જુલાઈઍ સમાપ્ત થઈ રહ્ના છે. ત્યારે ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે ૧૮ જુલાઈઍ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન થશે અને ૨૧ જુલાઈઍ પરિણામ જાહેર થશે. 

આ અગાઉ વિપક્ષે યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારબાદ ભાજપના હેડક્વાર્ટરમાં યોજાયેલી સંસદીય બોર્ડની બેઠકમાં દ્રૌપદી મુર્મૂની ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નિતિન ગડકરી સહિત અન્ય નેતા હાજર રહ્નાં હતા. પત્રકાર પરિષદને સંબોધતા જેપી નડ્ડાઍ કહ્ના કે દેશને પ્રથમવાર આદિવાસી સમુદાયથી ઍક રાષ્ટ્રપતિ આપવાની તૈયારી કરી છે. તેમના નામની જાહેરાત કરી પાર્ટીઍ ઍક તરફથી આદિવાસી સમુદાયને સાધવાનું કામ કર્યું છે તો બીજી તરફ મહિલા સશક્તિકરણને લઈને પણ સંદેશ આપ્યો છે. 

દ્રૌપદી મુર્મુનો જન્મ ૨૦ જૂન, ૧૯૫૮ના રોજ ઓડિશામાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું. તેમના લગ્ન શ્યામ ચરામ મુર્મુ સાથે થયા હતા. તે ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. તે ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ રહી ચૂકી છે. દ્રૌપદી મુર્મુ ઝારખંડના નવમા રાજ્યપાલ હતા. વર્ષ ૨૦૦૦માં ઝારખંડની રચના થઈ ત્યારથી પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર તે ઝારખંડના પ્રથમ રાજ્યપાલ હતા. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ હતા.