ભાજપરાજમાં કેબિનેટની પૂર્વ મંજૂરી વિના કાયદા બને અને પાછા ખેંચાય છે! પી. ચિદમ્બરમ્

P. Chidambaram speaks during a news conference in New Delhi February 29, 2008. REUTERS/B Mathur/Files

 

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા-પૂર્વ કેનિ્દ્રય મંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્રની મોદી સરકાર પર ચાબખાં મારતાં કહ્યું કે માત્ર ભાજપરાજમાં જ કેબિનેટની પૂર્વ મંજૂરી વિના કાયદા બને છે અને પાછા ખેંચવામાં આવે છે. તેમણે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠક યોજ્યા વિના નવા ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવા અંગે નિર્ણય જાહેર કર્યો હતો. મોદીએ કૃષિ કાયદા પાછા ખેંચવા અંગે સરકારનો નિર્ણય જાહેર કર્યાના એક દિવસ બાદ ચિદમ્બરમે પ્રતિક્રિયા આપી હતી. ગૃહમંત્રીએ વડા પ્રધાન મોદીની જાહેરાતને ઉલ્લેખનીય રાજનેતા તરીકે જોઈ, ભાજપ પ્રમુખે કહ્યું કે વડા પ્રધાનને ખેડૂતોની ખૂબ ચિંતા છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે વડા પ્રધાને ખેડૂતોના કલ્યાણને ધ્યાને લઈ નિર્ણય લીધો છે. છેલ્લા ૧પ મહિનામાં આ નેતાઓ અને તેમની બુદ્ધિશાળી સલાહ કયાં હતી?