ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફુલેનો આક્રોશઃઆજેપણ દલિતોને હીન ગણવામાં આવે છે, તેમની સાથે અપમાનજનક વ્યવહાર કરવામાં આવે છે. …

0
694

ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ એવો આરોપ લગાવ્યો છેકે આજના યુગમાં પણ દલિતોની સાથે અપમાનજનક વર્તાવ કરવામાં આવી રહ્યો છે. તેમને હીન માનવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, મને ભાજપની સાંસદ નહિ દલિત સાંસદ કહીને સંબોધવામાં  આવે છે, ભારતના રાષ્ટ્રપતિ નામદાર રામનાથ કોવિંદને દલિત રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવવામાં આવે છે. શું આ અનુસૂચિત જાતિના સમુદાયનું અપમાન નથી? આજકાલ ભાજપના નેતાઓ દ્વારા દલિતોના ઘરે જઈને તેમની સાથે ભોજન કરવાના કાર્યક્રમો થાય છે એ બધું નાટક છે.. દલિતોના આત્મ- સન્માનનું અપમાન છે. સાવિત્રીબાઈ ફુલેએ કહ્યું હતું કે, બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે ભારતીય બંધારણમાં જતિ- વ્યવસ્થા સમાપ્ત કરીને દરેક નાગરિકને એકસરખી  જિંદગી જીવવા માટે સમાન અધિકારો આપ્યા છે. આમ છતાં હજી ભારતમાં દલિતો પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલાયો નથી. કહેવાતા અગ્રણી નેતાઓ દલિતોના ઘરે ભોજન કરવા જાય છે ત્યારે તેમનું ભોજન બહારથી લાવવામાં આવે છે તેમને પીરસવાના વાસણો પણ બહારથી લાવવામાં આવે છે. માત્ર દેખાવ અને આડંબર કરવા માટે દલિતોના સાથે પોતે ભોજન લઈ રહ્યા છે એવા ફોટોઓ પાડવામાં આવે છે. આ ફોટા પછી વ્હોટસએપ, ફેસબુક પર વાયરલ કરાય છે. ટીવી ચેનલોને મોકલી આપીને એની રજૂઆત કરવામાં આવે છે. ચારેકોરથી વાહવાહ થાય છે. આ બધા નાટકો – નૌટંકીથી આખા દેશના બહુજન સમાજનું અપમાન થાય  છે…