ભાજપના પ્રમુખ અમિત શાહ બુધવારે ભાજપના સાથી પક્ષ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા મુંબઈમાં માતોશ્રી ગયા હતા

 

તાજેતરમાં દેશભરમાં થયેલી ચૂંટણીમાં વિપક્ષોને સંગઠિત બનેલા નિહાળીને ભાજપે હવે 2019ની લોકસભાની ચૂંટણી અગાઉ નારાજ સહયોગી પક્ષોને મનાવવાની કવાયત શરૂ કરી છે. ભાજપના પ્રમુખ અમિત શાહ બુધવારે ભાજપના સાથી પક્ષ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા મુંબઈમાં માતોશ્રી ગયા હતા. અમિત શાહે ઠાકરે સાથે બંધબારણે બેઠક કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને એન્ટ્રી આપવામાં આવી નહોતી. (ફોટોસૌજન્યઃ ઇન્ડિયાડોટકોમ)