ભાજપના પ્રમુખ અમિત શાહ દાવો કરે છેઃ ભાજપને 2019ની આ લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળશે.

0
744
Photo:Reuters

ભાજપના પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપને એકલેહાથે બહુમતી બેઠકો મળશે. પરંપરાગત રીતે દેશના તટીય પ્રદેશો અને પૂર્વના રાજ્યોમાં ભાજપનો દેખાવ કંગાળ રહ્યાે છે તે વિસ્તારોમાં આ વખતે ભાજપ મજબૂત બનીને બહાર આવશે. ભાજપે આ રાજ્યોમાં પોતાનો જનાધાર મેળવી લીધો છે. હવે એ રાજ્યોમાં ભાજપ શક્તિશાળી દેખાશે. અમિત શાહે દાવો કર્યો હતો કે, એમની પાર્ટી પશ્ચિમ બંગાળમાં આ વખતે 23થી વધુ બેઠકો મેળવશે. 2014માં બાજપનો પશ્ચિમ બંગાળમાં લોકસભાની માત્ર બે જ બેઠકો પર જીત મેળવી હતી. પરંતુ આ વખતે ભાજપે બંગાળમાં પોતાના કાર્યકરો  તેમજ જન-સેવાના કામ કરીને પોતાના પક્ષ માટેના જીત ના અવસર વધારી દીધા છે. અમિત શાહે જણાવ્યું હતું કે, આ વખતે ઓડિશામાં પણ ભાજપને 13-15 બેઠકો પર જીત મળશે. ઓડિશા રાજ્યમાં હાલમાં ભાજપ પાસે માત્ર લોકસભાની એક જ બેઠક છે. અમિત શાહે સ્પષ્ટતા કરીહતી કે, ભાજપના મોવડીમંડળે આખા દેશમાંથી એવી 120 જેટલી બેઠકો શાેધી કાઢી હતી, જયાં ભાજપ માટે જીત મેળવવી શક્ય છે, પણ જે બેઠકો 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ જીતી શક્યું નહોતું. ભાજપ આવી 55 થી વધુ સંસદીય બેઠકો પર વિજય હાંસલ કરશે. ભાજપ આ વખતે પણ સ્પષ્ટ બહુમતી મેળવશે એવો આત્મ- વિશ્વાસ તેમણે વ્ય ક્ત કર્યો હતો.