ભાજપના પ્રમુખ અમિત શાહે 2019ની ચૂંટણીને લક્ષમાં રાખીને સલાહ આપી …

0
674

ભાજપના પ્રમૂુખ અમિત શાહે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીને નજરમાં રાખીને કેટલાક બેફામ નિવેદનો કરનારા અને વણજોઈતી ચર્ચા નોતરીને  ચકચાર જગાવનારા સંસદ સભ્યોને મોઢું સંભાળીને જાહેર નિવેદન કરવાની સલાહ આપી હતી . આ સંસદ સભ્યોમાં સંગીતકાર સોમ, અભિનેત્રી હેમા માલિની, સુરેશ રાણા, મુરલી મનોહર જોષી અને રાજેન્દ્ર અગરવાલનો સમાવેશ થતો હતો. બોલીવુડના જાણીતા ફિલ્મ અભિનેત્રી અને મથુરાના સાંસદ હેમા માલિનીએ એક જાહેર સભામાં એવું નિવેદન કર્યું હતું કે, હું ધારું તો એક જ મિનિટનમાં યુપીની મુખ્યપ્રધાન બની શકું. પણ હું મારી જાતને બાંધવા માગતી નથી. તેમણે આ અગાઉ પણ મુંબઈમાં બનેલી કમલા કમ્પાઉન્ડ મિલ દુર્ઘટના વિષે બોલતાં મુંબઈમાં વધી રહેલી વસ્તીને જવાબદાર ગણાવી હતી. કમલા મિલ્સ કમ્પાઉન્ડની દુર્ઘટનામાં આશરે 14 વ્યક્તિઓના મોત થયાં હતા.