ભાજપના પીઢ. વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી કહે છેઃ વડાપ્રધાન નારાજ થશેે કે ખુશ થશે, એવાતની પરવા કર્યા વિના બેધડકપણે પોતાનું મંતવ્ય તેમની સામે રજૂ કરનારા નીડર અને સ્પષ્ટવક્તા હોય એવા નેતાઅની આજે દેશને જરૂર છે..

0
852

ભાજપના વરિષ્ઠ નેતા આદરણીય મુરલી મનોહર જોષીએ તાજેતરમાં એક સમારંભમાં બોલતાં જણાવ્યું હતું કે, ભારતને આજે એક એવા નેતાની જરૂર છેકે જે વડાપ્રધાન સાથે સૈધ્ધાંતિક મુદા્ પર ચર્ચા કરી શકે.

   પોતે એ વાતનો સ્હેજ પણ વિચાર ના કરે કે પોતે કહેલી વાતથી વડાપ્રધાન ખુશ થશે કે નારાજ..સદગત કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન જયપાલ રેડ્ડીની સ્મૃતિમાં આયોજિત એક સમારંભમાં બોલતાં તેમણે ઉપરોકત વાત કહી હતી. તેમણે સદગત નેતા જયપાલ રેડ્ડીને યાદ કરતાં જણાવ્યું હતુપં કે, જયપાલ રેડ્ડી તેમના જીવનના આખરી સમય સુધી નીડરતાથી, બેફિકર રહીને પોતાના વિચારો મુક્તપણ વ્યક્ત કરતા હતા. તેમમે દરેક સ્તરે, દરેક ફોરમમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કોઈ પણ વિષય કે મુદા્ બાબત કશી બાંધછોડ કરી નહોતી. આજે તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના મુદા્ પર લગભગ તમામ રાજકીય પક્ષોમાં પક્ષાપક્ષીની રાજનીતિથી દૂર રહીને ગંભીર વિચાર- વિમર્શ કરવાની પરંપરા લગભગ સમાપ્ત જ થઈ ગઈ છે. આવી પરંપરાને ફરીથી જીવંત કરવાની જરૂર છે.    જયપાલ રેડ્ડીની શ્રધ્ધાંજલિ સભામાં ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂ, વડાપ્રધાન મનમોહન સિંઘ , સીતારામ યેચુરી, ડી. રાજા, શરદ યાદવ , અભિષેક મનુ સિંઘવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.