ભાજપના પીઢ નેતા ૮૦ વર્ષીય દત્તાજી ચિરનદાસનું નિધન

 

અમદાવાદઃ ભાજપના પીઢ નેતા ૮૦ વર્ષીય દત્તાજી ચિરનદાસનું બુધવારે વહેલી સવારે અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હોસ્પિટલમાં કોરોનાને કારણે નિધન થયું હતું, એમ તેમના પરિવારનાં સૂત્રોએ માહિતી આપી હતી.

તેમના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરતા કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટર પર જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપના પીઢ નેતા દત્તાજીના અવસાનથી મને ઘણું દુઃખ થયું છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રે તેમણે આપેલું યોગદાન આપણને પ્રેરણા આપતું રહેશે. ઘણાં લાંબા સમયથી દત્તાજી પાર્ટીમાં કે રાજકારણમાં સક્રિય નહોતા.

૧૯૯૫-૯૬માં સુરેશ મહેતાની સરકારમાં દત્તાજીએ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેનની ફરજ બજાવી હતી.

સોમવારે તેમને તાવ અને કફની સમસ્યા થઇ હતી. તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. તેમનો રિપોર્ટ હજી આવ્યો ન હોવાથી તેઓ ઘરે જ હતા અને તેમની તબિયત પણ સ્થિર હતી. મંગળવારે રાતે તેમની હાલત કથળી હતી