

ભાજપના સંસદસભ્ય તેમજ એલ. કે અડવાણીના પ્રખર સમર્થક અભિનેતા શત્રુધ્ન સિંહા આખાબોલા છે. તેઓ કોઈનીય શેહ શરમ રાખ્યા વિના તેજાબી
નિવેદનો કરે છે. તેઓ શરૂઆત થી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિના તેમજ તેમની રીત-રસમોના વિરોધી રહ્યા છે. તેો વારંવાર ટવીટર પર પોતાના વિચારો અને મંતવ્ય નિર્ભયતાથી પેશ કરે છે. તાજેતરમાં તેમણે નીરવ મોદીના મામલે વારંવાર ટવીટર પ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા છે. તેઓ કહે છે, નીરવ મોદીના મામલે નાણાપ્રધાન, સંરક્ષણ પ્રધાન અને અનય લોકો નિવેદનો કરે છે પણ જેમની જવાબદારી છે તે વ્યકતિ કેમ કશું નથી બોલતી?દેશનું ચોકીદાર શું કરે છે? દેશનો ચોકીદાર ઊંંઘતો રહ્યો ..અને ભ્રષ્ટાચારીઓ વિદેશ ભાગી ગયા …..